બુમરાહ પર અભદ્ર ટિપ્પણીથી વિવાદ: કોમેન્ટેટરે કરેલા શબ્દપ્રયોગથી ગુસ્સે ભરાયા ફેન્સ
Image : Facebook |
Isa Guha racial comments on Jasprit Bumrah : ગાબામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં હાલ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી છે. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની આધારે ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવ્યા હતા. ભારત તરફથી માત્ર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ જ શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. તે સૌથી સફળ બોલર રહ્યો હતો, પરંતુ આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઈસા ગુહાએ કોમેન્ટ્રી દરમિયાન બુમરાહ વિશે વંશીય ટિપ્પણી કરી હતી. જેના પછી મોટો વિવાદ ઉભો થયો છે.
શું ટીપ્પણી કરી મહિલા કોમેન્ટેટરે?
બીજા દિવસના પહેલા સેશનમાં જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોને સસ્તામાં આઉટ કરી દીધા હતા. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લી બુમરાહના આ શાનદાર બોલિંગથી પ્રભાવિત થઇ કોમેન્ટ્રી દરમિયાન તેણે કહ્યું હતું કે, 'તમે પૂર્વ કેપ્ટન(જસપ્રિત બુમરાહ) પાસેથી અવા જ પ્રદર્શનની ઈચ્છો રાખો છો.' આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈસા ગુહા પણ બ્રેટ લી સાથે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. બ્રેટ લીને જવાબ આપતા તેણે કહ્યું, 'તે MVP છે, સૌથી મોંઘો પ્રાઈમેટ, જસપ્રિત બુમરાહ.'
MVP એટલે શું?
અહીં તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે MVPનો અર્થ most valuable player(સૌથી મૂલ્યવાન ખેલાડી) થાય છે. પરંતુ ઈસા ગુહાએ કોમેન્ટ્રી દરમિયાન પ્રાઈમેટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાઈમેટનો હિન્દીમાં અર્થ 'વાનર' થાય છે. અથવા તો મનુષ્ય જેવા દેખાતા જાનવર માટે પણ આ શબ્દનો ઉપયોગ થાય છે. આ પ્રકારની ટિપ્પણીઓ કર્યા પછી ઇસા ગુહાએ પોતાને એક મોટા વિવાદમાં ફસાવી દીધા છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરવામાં આવી હોય. આજે પણ ક્રિકેટ ચાહકો 2008માં થયેલા મંકીગેટ કાંડને ભૂલી શક્યા નથી. તે સમયે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સે હરભજન સિંહ પર પોતાને વાનર કહીને વંશીય દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી હરભજન પર કેટલીક મેચોનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS: જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ખેરવી રચ્યો ઈતિહાસ, કપિલદેવનો ખાસ રેકૉર્ડ ધ્વસ્ત
ઓસ્ટ્રેલીયા સામે બુમરાહનું શાનદાર પ્રદર્શન
જસપ્રીત બુમરાહે ગાબા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં અત્યાર સુધીમાં 5 વિકેટ ઝડપી લીધી છે. આ સીરિઝમાં આ તેણે બીજી વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. તેણે ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પહેલા તેણે સીરિઝની પહેલી મેચમાં એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હતી.