World Cup 2023 Final : જો આવું થયું તો ભારત-ઓસ્ટ્રેલિયા બંને બનશે ચેમ્પિયન, જાણો શું છે ICCનો નિયમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે
Image:File Photo |
World Cup 2023 Final IND vs AUS : ભારતમાં ODI World Cup 2023 તેની ચરમસીમાએ છે. હવે ક્રિકેટ પ્રેમીઓ ફાઈનલની રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે આવતીકાલે રમાનાર છે. ભારત ત્રીજી વખત જયારે ઓસ્ટ્રેલિયા છટ્ઠી વખત ચેમ્પિયન બનવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI World Cup 2023ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ જો ફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ તો શું થશે ? આવી સ્થિતમાં ICCએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ મેચ તેમ છતાં વરસાદ(ICC Rules Of Rains In ODI World Cup 2023 Final)ના કારણે પૂરી થઇ ના શકી ત્યારે શું થશે ?
ICCએ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો
આવતીકાલે અમદાવાદમાં હવામાન સાફ રહેશે પરંતુ જો વરસાદ થયો તો શું થશે. આ પ્રશ્ન ક્રિકેટ ફેન્સના મનમાં આવી શકે છે. જો મેચ વરસાદના કારણે ધુવાઈ જાય છે તો તે રિઝર્વ ડેના દિવસે રમવામાં આવશે. ICCએ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. રિઝર્વ ડે ત્યારે લાગુ થાય છે જયારે મેચ 20-20 ઓવર પણ રમાઈ ન હોય. જો કે અમ્પાયરોની કોશિશ હોય છે કે મેચ પહેલા જ દિવસે પૂરી થઇ જય.
ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત વિજેતા ક્યારે જાહેર કરવામાં આવશે
ICCના નિયમો અનુસાર જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ODI World Cupના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.