Get The App

IND vs AUS: કેચ છોડ્યા, નો બોલ...: ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની 5 મોટી ભૂલો, હારનો ખતરો મંડરાયો

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
IND vs AUS: કેચ છોડ્યા, નો બોલ...: ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની 5 મોટી ભૂલો, હારનો ખતરો મંડરાયો 1 - image

IND vs AUS : મેલબર્ન ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ રમાઈ રહી છે. ચોથા દિવસે ભારતની બોલિંગ શરૂઆત ઘણી સારી રહી હતી. એક સમયે ભારતીય બોલરોએ માત્ર 91 રનમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ ચોથા દિવસે ભારતીય ટીમે પાંચ મોટી ભૂલો કરી હતી. જેના કારણે હવે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત પર હારનો ખતરો છે. જેમાંથી 4 ભૂલો ભારતીય ટીમે ફિલ્ડિંગ કરતી વખતે કરી હતી.

યશસ્વીએ પોતે જ 3 ભૂલો કરી  

એકલા યશસ્વી જયસ્વાલે ચોથા દિવસે પાંચમાંથી ત્રણ ભૂલો કરી હતી. હકીકતમાં ફિલ્ડિંગ કરતી વખતે જયસ્વાલે ત્રણ કેચ છોડી દીધા હતા. જેમાંથી એક કેચ ભારત માટે ઘણો મોંઘો સાબિત થયો હતો. આ કેચ માર્નસ લાબુશેનનો હતો જેણે ચોથા દિવસે બીજી ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 99 રનમાં 6 વિકેટે હતો ત્યારે જયસ્વાલે લેબુશેનનો કેચ છોડ્યો હતો. આ સિવાય જયસ્વાલે ઉસ્માન ખ્વાજા અને પેટ કમિન્સનો કેચ પણ છોડ્યો હતો.

તો ઓસ્ટ્રેલિયા પાસે 300 રનની લીડ ન હોત

આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી જ્યારે નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડની છેલ્લી જોડી બેટિંગ કરી રહી હતી ત્યારે સિરાજે પણ એક નાની ભૂલ કરી હતી. જ્યારે સિરાજ નાથન સામે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો કેચ પકડવાનો ફિલ્ડર ચૂકી ગયો હતો. જો કે તે એટલું સરળ પણ ન હતું. પરંતુ જો આ કેચ પકડી લીધો હોત તો ઓસ્ટ્રેલિયા પાસે 300 રનની લીડ ન હોત અને કાંગારૂ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હોત.   

આ પણ વાંચો : IND vs AUS : યશસ્વી જયસ્વાલે ત્રણ કેચ છોડ્યા તો ગુસ્સામાં લાલ થયો રોહિત શર્મા, માઇક હસીએ કહ્યું- કેપ્ટને શાંત રહેવાય

બુમરાહનો નો-બોલ ભારે પડ્યો 

ચોથા દિવસના અંતે જસપ્રીત બુમરાહેથી પણ ભૂલ થઇ હતી. બુમરાહે પણ નાથન લિયોનની સામે જ ભૂલ કરી હતી. બુમરાહના બોલ પર નાથન સ્લિપમાં પોતાનો કેચ કેએલ રાહુલને દઈ બેઠો હતો. પરંતુ બાદમાં અમ્પાયરે તેને નો-બોલ આપ્યો અને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જો બુમરાહનો આ બોલ નો-બોલ ન હોત તો ઓસ્ટ્રેલિયન ટીમ ચોથા દિવસે ઓલઆઉટ થઈ ગઈ હોત અને બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ લીધી હોત.IND vs AUS: કેચ છોડ્યા, નો બોલ...: ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની 5 મોટી ભૂલો, હારનો ખતરો મંડરાયો 2 - image




Google NewsGoogle News