Google Doodle: ગૂગલ પર પણ વર્લ્ડ કપ ફીવર, ડૂડલ બનાવીને ભારત-ઓસ્ટ્રેલિયાને ખાસ રીતે પાઠવી શુભકામના

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ મેચ બસ શરુ થવાની તૈયારીમાં જ છે

ત્યારે અમદાવાદમાં યોજાનારી આ મેચ માટે ગૂગલે શુભેચ્છા પાઠવી છે

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
Google Doodle: ગૂગલ પર પણ વર્લ્ડ કપ ફીવર, ડૂડલ બનાવીને ભારત-ઓસ્ટ્રેલિયાને ખાસ રીતે પાઠવી શુભકામના 1 - image


World Cup 2023 Final in Ahemdabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચનો ક્રેઝ હવે ગૂગલ પણ જોઈ શકાય છે. વર્લ્ડ કપ ફાઇનલ મેચના આ અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે.

ગૂગલે ભારત-ઓસ્ટ્રેલિયાને પાઠવ્યા અભિનંદન  

ગૂગલે તેના ડૂડલ વિશે જણાવતાં કહ્યું કે, આજનું ડૂડલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023ના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ઉજવણી કરે છે, આ વર્ષે ભારતે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સહિતની દસ ટીમોની યજમાની કરી હતી. હવે તે ફાઈનલ મેચ પર આવી ગઈ છે, જે બદલ ફાઇનલિસ્ટને શુભેચ્છાઓ! "

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપનો પ્રારંભ થયો હતો

વર્લ્ડ કપ 2023, 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. તે દિવસે પણ ગૂગલે ડૂડલ બનાવીને તેની ઉજવણી કરી હતી. 10 ટીમોની આ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહી છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ અહીં રમાઈ રહી છે. વર્લ્ડ કપની મેચ 1975માં શરૂ થઈ હતી અને 2023 આ ટૂર્નામેન્ટની 13મી આવૃત્તિ છે.

Google Doodle: ગૂગલ પર પણ વર્લ્ડ કપ ફીવર, ડૂડલ બનાવીને ભારત-ઓસ્ટ્રેલિયાને ખાસ રીતે પાઠવી શુભકામના 2 - image


Google NewsGoogle News