IND vs AUS : ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી, રોહિત બન્યો સિક્સર કિંગ, અર્શદીપની ત્રણ વિકેટ
ભારતનો સ્કોરઃ 20 ઓવરમાં 205/5 : રોહિતના 92, સૂર્યાના 31, શિવમના 28, હાર્દિકના 27 રન : અર્શદીપની ત્રણ, કુલદીપની બે વિકેટ, અક્ષર-બુમરાહની એક-એક વિકેટ
ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 20 ઓવરમાં 181/7 : ટ્રેવિસના 76, મિશેલના 37, મેક્સવેલના 20 રન : સ્ટાર્ક-સ્ટોનીકની બે-બે, હેઝલવુડની એક વિકેટ
IND vs AUS, T20 World Cup 2024 : વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 24 રને વિજય થયો છે. આ સાથે ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં સાત વિકેટે 181 રન નોંધાવ્યા છે. ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી 92 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત રોહિત T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારી સિક્સર કિંગ પણ બન્યો છે. આજની મેચમાં શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અને બોલિંગમાં અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના સુકાની મિશેલ માર્શે ટોસ જીતી ભારતીય કેપ્ટન રોહિત શર્માને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
વિરાટ કોહલી ફ્લોપ
આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં આવેલો વિરાટ કોહલી ફરી ફ્લોપ સાબિત થયો હતો. કોહલીએ ક્રિઝ પર આવી પાંચ બોલ રમ્યા હતા, જોકે તે એકપણ રન બનાવ્યા વગર જોશ હેઝલવડની ઓવરમાં ટીમ ડેવિડના હાથે કેચ આઉટ થયો હતો. આમ ભારતની છ રને પ્રથમ વિકેટ પડી હતી.
રોહિતના 41 બોલમાં 92 રન
ત્યારબાદ રોહિત શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી અને તેણે મેદાનમાં ચારેકોર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. રોહિતે 41 બોલમાં સાત ફોર અને આઠ સિક્સ સાથે 92 રન નોંધાવ્યા હતા. કોહલી આઉટ થયા બાદ પંત મેદાનમાં આવ્યો હતો અને તેણે રોહિત સાથે 87 રનની પાર્ટનરશીપ કરી હતી. પંતે 14 બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારી 15 રન, સૂર્યકુમાર યાદવે 16 બોલમાં બે સિક્સ અને ત્રણ ફોર સાથે 31 રન, શિવમ દુબેએ 22 બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે 28 રન, હાર્દિક પંડ્યાએ બે સિક્સ અને એક ફોર સાથે અણનમ 27 રન અને રવિન્દ્ર જાડેજાએ પાંચ બોલમાં અણનમ 9 રન નોંધાવ્યા હતા.
ઓસી. તરફથી સ્ટાર્ક અને સ્ટોનિકની બે-બે વિકેટ
ઓસ્ટ્રેલિયાનો બોલર માર્ક સ્ટોનિક અને પેટ કમિન્સ ખૂબ જ ખર્ચાળ બોલર સાબિત થયા હતા. સ્ટોનિકે ચાર ઓવરમાં 56 રન આપી ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે કમિન્સે ચાર ઓવરમાં 48 રન આપી એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો. વિકેટની વાત કરીએ તો સ્ટોનિક અને મિસેલ સ્ટાર્કે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે જોશ હેઝલવુડે એક વિકેટ ખેરવી હતી.
ટ્રેવિડ હેડની ફિફ્ટી
ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર ટ્રેવિડ હેડે દમદાર બેટીંગ કરી 43 બોલમાં ચાર સિક્સ અને નવ ફોર ફટકારી 76 રન નોંધાવ્યા હતા. જ્યારે કેપ્ટન મિશેલ માર્સે 28 બોલમાં બે ફોર અને ત્રણ ફોર સાથે 37 રન, ગ્લેન મેક્સવેલે 12 બોલમાં એક સિક્સ અને બે ફોર સાથે 20 રન, ડેવિડ વોર્નરે 6 બોલમાં એક ફોર સાથે 6 રન, માર્કસ સ્ટોનિકે ચાર બોલમાં બે રન, મેથ્યુ વાડેએ બે બોલમાં એક રન, ટીમ ડેવિડે 11 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 15 રન નોંધાવ્યા છે.
અર્શદીપ સિંઘની ત્રણ વિકેટ
ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ ત્રણ વિકેટ, કુલદીપ યાદવે બે વિકેટ અને અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ ઝડપી છે.
રોહિત બન્યો સિક્સર કિંગ, નોંધાવ્યો આ રેકોર્ડ
ટી 20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ધુંઆધાર બેટિંગ કરી હતી. આ મેચમાં એક બાદ એક છગ્ગા ફટકારીને રોહિતે મહારેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ યાદીમાં બીજા સ્થાન પર માર્ટિન ગપ્ટિલ છે, જેણે 173 સિક્સર ફટકારી છે.
રોહિતની તોફાની બેટીંગના કારણે ભારત બનાવ્યો મજબૂત સ્કોર
ટી 20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ આજે ફરી પોતાની હિટમેન અવતાર બતાવ્યો હતો. વિરાટ કોહલીની વિકેટ પડ્યા બાદથી જ રોહિતે ધુંઆધાર બેટિંગની શરૂઆત કરી હતી અને એક બાદ એક બાઉન્ડ્રી ફટકારીને 92 રન ફટકાર્યા હતા. રોહિતે આજે ટી 20માં 200 સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. રોહિત શર્માની તોફાની બેટિંગના કારણે ભારતને ઑસ્ટ્રેલિયા સામે ખૂબ જ મજબૂત શરૂઆત મળી હતી.
સુપર-8 ગ્રૂપ-1માં ભારત ટોચ પર
સુપર-8 ગ્રૂપ-1માં ભારતે આજની મેચ સાથે ત્રણ મેચો જીતી ટોચ પર આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ સાથે ચાર મેચમાંથી બે મેચ ગુમાવી હોવાથી તે બીજા સ્થાને છે. ગ્રૂપ-1માં સામેલ અફઘાનિસ્તાને બે મેચમાંથી એક મેચ જીતી હોવાથી તે ત્રીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશે બે મેચો રમી છે અને તેણે બંને મેચો ગુમાવી છે, તેથી તે ચોથા સ્થાને છે.
સુપર-8 ગ્રૂપ-2માં સાઉથ આફ્રિકા ટોચ પર
જ્યારે ગ્રપ-2માં સાઉથ આફ્રિકાએ ત્રણમાંથી ત્રણ મેચ જીતી પહેલા સ્થાને, ઈંગ્લેન્ડે ત્રણ મેચમાંથી બે મેચ જીતી બીજા સ્થાને, વેસ્ટઈન્ડિઝે ત્રણમાંથી એક મેચ જીતી ત્રીજા સ્થાને અને અમેરિકા ત્રણ મેચમાંથી ત્રણે મેચ હારતા ચોથા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો દબદબો
ટી20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો દબદબો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં આજની મેચ સાથે 32 ટી20 મેચો રમી છે, જેમાંથી ભારતે 20 અને ઓસ્ટ્રેલિયાએ 11 મેચો જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ટી20 વર્લ્ડકપમાં બંને દેશોએ છ મેચો રમી છે, જેમાંથી ભારતે ચાર અને ઓસ્ટ્રેલિયા બે મેચ જીતી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ
ઓસ્ટ્રેલિયન ટીમ : ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ
IND vs AUS LIVE Update:
ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાને 24 રને આપ્યો પરાજય
વિકેટ 7 : અર્શદીપે ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે ટીમ ડેવિડને માત્ર 15 રને આઉટ કરી પેવેલીયન ભેગો કરી દીધો છે.
વિકેટ 6 : અર્શદીપ સિંઘે મેથ્યુ વેડને એક રને આઉટ કરી ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ ઝડપી છે.
વિકેટ 5 : ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી મોટી વિકેટ ગુમાવી છે. વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિડ હેડ ચાર સિક્સ અને નવ ફોર ફટકારી 76 રને આઉટ થયો છે. હેડ જસપ્રીત બુમરાહની ઓવરમાં રોહિત શર્માએ કેચ આઉટ થયો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16.3 ઓવરમાં પાંચ વિકેટે 150 રને પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 15 ઓવરમાં 141/4
વિકેટ 4 : કુલદીપ બાદ અક્ષર પટેલ છવાયો છે. અક્ષરે ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ખેરવી છે. તેણે માર્કસ સ્ટોનિકને માત્ર બે રનમાં પેવેલીયન ભેગો કરી દીધો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 14.1 ઓવરમાં ચાર વિકેટે 135 રને પહોંચ્યો છે.
વિકેટ 3 : ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી, કુદલીપ યાદવે ગ્લેન મેક્સવેલને ક્લિન બોલ્ડ કર્યો છે. મેક્સવેલે 12 બોલમાં એક સિક્સ અને બે ફોર સાથે 19 રન નોંધાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 10 ઓવરમાં 99/2, ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર
ટ્રેવિડ હેડની ફિફ્ટી : ઓસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન ટ્રેવિડ હેડે 24 બોલમાં ત્રણ ફોર અને છ ફોર સાથે 50 રન પુરા કર્યા છે.
વિકેટ 2 : ઓસ્ટ્રેલિયાએ બીજી વિકેટ ગુમાવી છે. વિસ્ફોટ બેટીંગ કરી રહેલા મિશેલ માર્શને કુલદીપ યાદવે 37 રને આઉટ કર્યો છે. માર્શે 28 બોલમાં બે સિક્સ અને ત્રણ ફોર સાથે 37 રન નોંધાવ્યા હતા. તે અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર : પાંચ ઓવરમાં 48/1, મિશેલ માર્ચ અને ટ્રેવિડ હેડ ક્રિઝ પર
વિકેટ 1 : ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી છે. અર્શદીપ સિંઘની ઓવરમાં ડેવિડ વોર્નર 6 રને આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવે વોર્નરનો કેચ પકડ્યો છે. આ સાથે ઓસી.નો સ્કોર એક ઓવરમાં એક વિકેટે છ રન પર પહોંચ્યા છે.
ભારતનો સ્કોર 20 ઓવરમાં 205/5, ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 206 રનનો ટાર્ગેટ
વિકેટ 5 : ભારતની પાંચમી વિકેટ પડી છે. શિવમ દુબે તોફાની બેટીંગ કરી માર્કસ સ્ટોનિકની ઓવરમાં ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો છે. શિવમે 22 બોલમાં એક સિક્સ અને બે ફોર સાથે 28 રન નોંધાવ્યા છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 18.4 ઓવરમાં પાંચ વિકેટે 194 રન પર પહોંચ્યો છે.
ભારતનો સ્કોર 15 ઓવરમાં 162/4, હાર્દિક પંડ્યા-શિવમ દુબે ક્રિઝ પર
વિકેટ 4 : રોહિત શર્મા બાદ વિસ્ફોટ બેટિંગ કરનાર સૂર્યકુમાર 31 રને આઉટ થયો છે. સૂર્યા મિશેલ સ્ટાર્કની ઓવરમાં વિકેટ કીપર મેથ્યુ વાડેને કેચ આપી બેઠો હતો. તેણે 16 બોલમાં બે સિક્સ અને ત્રણ પોર સાથે 31 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતનો સ્કોર 14.3 ઓવરમાં 159 રને પહોંચ્યો છે.
વિકેટ 3 : વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા મિસેલ સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો છે. રોહિતે દમદાર બેટીંગ કરીને 41 બોલમાં 8 સિક્સ અને સાત ફોર ફટકારી 92 રન નોંધાવ્યા છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 11.2 ઓવરમાં ત્રણ વિકેટે 127 રને પહોંચ્યો છે.
ભારતનો સ્કોર 10 ઓવરમાં 114/2, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર
વિકેટ 2 : ભારતે આઠ ઓવરમાં બીજી વિકેટ ગુમાવી છે. ઋષભ પંત સ્ટોનિકની ઓવરમાં હેઝલવુડના હાથે કેચ આઉટ થયો છે. તેણે 14 બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે 15 રન નોંધાવ્યા છે.
રોહિત શર્માની ફિફ્ટી : ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં રોહિત શર્માનો હિટમેન અવતાર જોવા મળ્યો હતો. માત્ર 19 જ બોલમાં અડધી સદી ફટકારી હતી.
ભારતનો સ્કોર પાંચ ઓવરમાં 52/1, રોહિત શર્મા અને પંચ ક્રિઝ પર
વરસાદે મેચ અટકાવી : ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ પડતાં મેચ અટકાવી દેવાઈ છે. હાલ ભારતનો સ્કોર 4.1 ઓવરમાં એક વિકેટે 43 રને પહોંચ્યો છે.
વિકેટ 1 : ભારતે બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો છે. કોહલી હેઝલવુડની ઓવરમાં ડેવિડના હાથે કેચ આઉટ થયો છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 1.4 ઓવરમાં એક વિકેટે છ રને પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
ગ્રોસ આઈલેટના ડૈરેન સૈમી નેસનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના સુકાની મિશેલ માર્શે ટોસ જીત્યો છે. તેણે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.