ભારત સામે સતત બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ગભરાઈ! T20 સિરીઝ વચ્ચે સ્ક્વોડમાં કર્યા 6 મોટા ફેરફાર

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ભારત સામે સતત બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ગભરાઈ! T20 સિરીઝ વચ્ચે સ્ક્વોડમાં કર્યા 6 મોટા ફેરફાર 1 - image
Image:Twitter

IND vs AUS 3rd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બે મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે. પરંતુ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમે તેના સ્ક્વોડ(Australia Made Changes In Squad)માં મોટો ફેરફાર કર્યો છે. વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમના 6 ખેલાડીઓ ગુવાહાટીમાં યોજાનારી ત્રીજી T20I મેચ બાદ ઓસ્ટ્રેલિયા પરત જશે.

આ ખેલાડીઓ ટીમમાં થયા સામેલ

ભારત સામે T20I સિરીઝ રમવા આવેલી જૂની ઓસ્ટ્રેલિયન ટીમમાંથી સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિશ, સીન એબટ અને એડમ ઝમ્પા ત્રીજી T20I મેચ રમીને આવતીકાલે ઓસ્ટ્રેલિયા પરત જશે. તેમના સ્થાને જોશ ફિલિપ, બેન મેકડરમોટ, બેન ડ્વારશુઈસ અને ક્રિસ ગ્રીન હવે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ થશે. ઓસ્ટ્રેલિયન ટીમ આજે ગુવાહાટીમાં યોજાનારી ત્રીજી T20 મેચ બાદ આગામી બે T20 મેચો માટે નવી ટીમમાંથી પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરશે.

ઓસ્ટ્રેલિયન ટીમની નવી સ્ક્વોડ

મેથ્યુ વેડ (c/wkt), જેસન બેહરનડોર્ફ, ટિમ ડેવિડ, બેન ડ્વારશુઈસ, નેથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડરમોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચર્ડસન

ઓસ્ટ્રેલિયન ટીમની જૂની સ્ક્વોડ

મેથ્યુ વેડ (c/wkt), મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લીસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, કેન રિચાર્ડસન

ભારત સામે સતત બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ગભરાઈ! T20 સિરીઝ વચ્ચે સ્ક્વોડમાં કર્યા 6 મોટા ફેરફાર 2 - image


Google NewsGoogle News