IND vs AUS : ભારતે સિરીઝ 4-1થી પોતાના નામે કરી, બન્યા એકથી વધુ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ સિરીઝમાં ભારતીય સ્પિનરોએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી
Image:Twitter |
IND vs AUS 5th T20I Records : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે T20I સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવી સિરીઝને 4-1થી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાથી જીત છીનવી લીધી હતી. આ જીતનો હીરો ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રહ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં મેથ્યુ વેડ અને નેથન એલિસ સામે 10 રન ડિફેન્ડ કર્યા હતા. આ જીત સાથે કેટલાંક રેકોર્ડ પણ બન્યા હતા.
IND vs AUS T20I રનની દ્રષ્ટિએ બીજા સૌથી ઓછા માર્જિનથી વિજય
4 રન (DLS)- ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 2018
6 રન - ભારત, બેંગલુરુ, 2023*
11 રન - ભારત, કેનબેરા, 2020
12 રન - ઓસ્ટ્રેલિયા, સિડની, 2020
15 રન - ભારત, ડરબન, 2007
ભારત સામે T20માં સૌથી વધુ રન
592 રન - નિકોલસ પૂરન
554 રન - ગ્લેન મેક્સવેલ
500 રન – એરોન ફિન્ચ
487 રન - મેથ્યુ વેડ
475 રન - જોસ બટલર
T20Iમાં એક ટીમ સામે સૌથી વધુ જીત
20 મેચ - પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ
19 મેચ - ભારત vs ઓસ્ટ્રેલિયા
19 મેચ - ભારત vs શ્રીલંકા
19 મેચ - ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
18 મેચ - ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન
T20I દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
9 - રવિચંદ્રન અશ્વિન vs શ્રીલંકા, 2016
9 - રવિ બિશ્નોઈ vs ઓસ્ટ્રેલિયા, 2023
IND vs AUS T20I સિરીઝમાં સ્પિનરોએ ઝડપી સૌથી વધુ વિકેટ
ભારતીય સ્પિનર્સ- 15 વિકેટ
ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ- 6 વિકેટ