IND Vs AUS: ભારતે છેલ્લી T20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું, અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં અપાવી જીત

શ્રેયસ અય્યરે 37 બોલમાં 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા

ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
IND Vs AUS: ભારતે છેલ્લી T20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું, અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં અપાવી જીત 1 - image
Image:Twitter

IND vs AUS 5th T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે બેંગલુરુંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 5 મેચોની T20I સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવી સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 161 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 158 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી શ્રેયસ અય્યરના સૌથી વધુ રન

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે એક સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ (21) અને ઋતુરાજ ગાયકવાડે (10) પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. તે પછી ભારતીય ઇનિંગ ડગમગાઈ હતી. 

અય્યરની શાનદાર બેટિંગ

એક સમયે ભારતન સ્કોર 4 વિકેટના નુકસાને 54 રન હતો. સૂર્યકુમાર યાદવ (5) અને રિંકુ સિંહ (6) જલ્દી આઉટ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં અય્યર અને જિતેશ શર્માએ ભારતીય ઇનિંગની કમાન સંભાળી અને 42 રનની ભાગીદારી કરી હતી. જિતેશ શર્માએ 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. તે પછી અય્યરે અક્ષર પટેલ સાથે 46 રનની ભાગીદારી કરી અને ભારતનો સ્કોર 150 રનને પાર પહોંચાડ્યો હતો. અક્ષર પટેલે 21 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. અય્યર અને રવિ બિશ્નોઈ (2) 20મી ઓવરમાં આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડ્વારશુઈસ અને જેસન બેહરેનડોર્ફે બે-બે જ્યારે તનવીર સંઘા, નેથન એલિસ અને એરોન હાર્ડીએ એક-એક વિકેટ લીધી હતી.

ભારતીય બોલરોએ અપાવી જીત

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટેલિયન ટીમે પણ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેન મેકડરમોટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 36 બોલમાં 5 છગ્ગાની મદથી 54 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રેવિસ હેડે 28 રન, ટિમ ડેવિડે 17 રન અને મેથ્યુ શોર્ટે 16 રનનું યોગદાન આપ્યું હતું. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 10 ડિફેન્ડ કરીને ભારતીય ટીમને રોમાંચક જીત આપવી હતી. ભારત તરફથી મુકેશ કુમારે ત્રણ, અર્શદીપ અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.

IND Vs AUS: ભારતે છેલ્લી T20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું, અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં અપાવી જીત 2 - image


Google NewsGoogle News