IND vs AUS: કોહલીને કોન્સ્ટાસને ખભો મારવો ભારે પડ્યો! મેચ રેફરીએ કરી કડક સજા
Virat Kohli And Konstas Controversy: વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવવાનું ભારે પડ્યું છે. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેમજ ડિમેરિટ પોઈન્ટ ઉમેરવાની સજા આપવામાં આવી છે.
આ પણ વાંચો: IND vs AUS: મેદાનમાં કોહલીની ફરી બબાલ! હવે 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડીને ખભો માર્યો
આઈસીસીસીના કોડ ઓફ કંડક્ટના ભંગ બદલ વિરાટ કોહલીને આ સજા આપવામાં આવી છે. જેના આર્ટિકલ 2.12 મુજબ ક્રિકેટમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય શારિરીક સંપર્ક પ્રતિબંધિત છે. મર્યાદાને ઓળંગી કોઈપણ ખેલાડી અન્ય ખેલાડી સાથે ગેરવર્તૂંણક કરી શકે નહીં. તેમજ આ નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ પણ વાંચોઃ કોન્સ્ટાસ-કોહલીની લડાઈમાં દોષિત કોણ? ઓસ્ટ્રેલિયન દિગ્ગજના નિવેદન પર ભારતીયો ગુસ્સે!
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ગુસ્સામાં સેમ કોન્સ્ટાસને ખભો માર્યો હતો. જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે મેદાન વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. મેચ ખતમ થતાં જ વિરાટ કોહલી મેચ રેફરી સામે હાજર થયો અને પોતાની ભૂલ સ્વીકારી હતી. જે બાદ રેફરીએ કોહલીએ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો છે. રવિ શાસ્ત્રીએ પણ કોહલીના આ વર્તનનો વિરોધ કર્યો હતો અને તેની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું.