સિરાજના સપોર્ટમાં આવ્યો વિરાટ કોહલી, ગાબામાં દર્શકોએ હુરિયો બોલાવતાં મોઢું બંધ કરાવ્યું
Image Source: Twitter
Virat Kohli in support of Siraj: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે. મોહમ્મદ સિરાજ આ મેચમાં ચર્ચામાં રહ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ સિરાજે જશ્ન મનાવ્યો હતો. ત્યારબાદ દર્શકોએ તેનું હૂટિંગ કર્યું હતું. હવે ગાબા ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયન દર્શકોએ 'બૂ' (BOO) અવાજ કરીને સિરાજનો હુરિયો બોલાવવાનો પ્રયાસ કર્યો હતો.
Siraj magic work 🤠 #INDvAUS #Kohli #travishead #INDvsAUS pic.twitter.com/1rlvchHNhw
— Suraj Gupta (@SurajGu85705673) December 15, 2024
ઓસ્ટ્રેલિયન દર્શકો હૂટિંગ કરી રહ્યા હતા
જ્યારે સિરાજ 33મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો તે સમયે ઓસ્ટ્રેલિયન દર્શકો હૂટિંગ કરી રહ્યા હતા. જોકે, આગલી જ ઓવરમાં નીતીશ રેડ્ડીએ માર્નસ સાબુશેનને આઉટ કરી દીધો હતો. લાબુશેનની કેચ વિરાટ કોહલીએ પકડી હતી. કેચ પકડ્યા બાદ તરત જ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન દર્શકોને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો. આમ, વિરાટ કોહલીએ સિરાજના સપોર્ટમાં આવી હુરિયો બોલાવતાં દર્શકોનું મોઢું બંધ કરાવ્યું હતું.
સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી
તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું. ત્યારબાદ સિરાજ અને હેડ વચ્ચેના ઝઘડાએ સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. ICCએ બંને ખેલાડીઓને સજા પણ ફટકારી હતી. પરંતુ એડિલેડમાં પરિસ્થિતિ શાંત થયા પછી પણ ઓસ્ટ્રેલિયન ચાહકો સિરાજની પાછળ પડી ગયા હતા અને ગાબામાં તેમણે સિરાજ સામે બૂમો પાડી હતી.
બ્રિસ્બેન ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બ્રિસ્બેન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.