ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો સ્ટાર ખેલાડી, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો
IND vs AUS 3rd Test: બ્રિસ્બેનના ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમ પર ફોલોઓનનાં વાદળો છવાઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 445 રનના જવાબમાં ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમને પણ મોટી રાહત મળી છે. ઓસ્ટ્રેલિયન ટીમનો એક ઘાતક બોલર મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે ભારતીય ટીમનું કામ આસાન થઈ શકે છે.
જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમનો ઘાતક બોલર જોશ હેઝલવુડને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ભારતની ઈનિંગ દરમિયાન, તે ચોથા દિવસના પ્રથમ સત્રમાં માત્ર એક ઓવર જ ફેંકી શક્યો હતો. તેમને સ્નાયુઓમાં સમસ્યા થતા મેદાન છોડવું પડ્યું હતું. જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કેનેડામાં ઉથલપાથલના એંધાણ! ડેપ્યુટી PMના રાજીનામાં બાદ 'મિત્ર'એ પણ ટ્રુડોને આપ્યો દગો
હેઝલવુડ પણ એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો
નોંધનીય છે કે જોશ હેઝલવુડે પર્થમાં રમાયેલી સિરીઝની પહેલી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે પહેલી ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં 1 વિકેટ ઝડપી હતી. જો કે, આ પછી તે ઈજાના કારણે એડિલેડ ટેસ્ટનો ભાગ બની શક્યો નહોતો. તેના સ્થાને સ્કોટ બોલેન્ડને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે, ઈજામાંથી સાજા થયા પછી, જોશે ગાબા ટેસ્ટ દ્વારા પુનરાગમન કર્યું. પરંતુ તેની ઈજા ફરી એકવાર ઓસ્ટ્રેલિયા ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જો કે, તેની ઈજા એટલી ગંભીર નથી.