Ind vs Aus 2nd Test Live: ટીમ ઈન્ડિયા માટે પ્રથમ ઈનિંગ નિરાશાજનક રહી, ઓસ્ટ્રેલિયાની દમદાર બેટિંગ
India vs Australia 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ આજથી ઓસ્ટ્રેલયાના એડિલેડમાં શરુ થઈ ગઈ છે. પિન્ક બોલ પર રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે અત્યાર સુધી ભારે પડતો દેખાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા 180 રનમાં જ સમેટાઈ ગઈ હતી. નીતિશ રેડ્ડીની આક્રમક બેટિંગના સહારે ટીમ ઈન્ડિયા 180 રન સુધી પહોંચી શકી હતી. કેએલ રાહુલે અને ગીલે પણ અનુક્રમે 37 અને 31 રનનું યોગદાન આપ્યું હતું.
પ્રથમ ઈનિંગનો સ્ટાર મિશેલ સ્ટાર્ક
પ્રથમ ઈનિંગનો સ્ટાર મિશેલ સ્ટાર્ક રહ્યો છે. તેણે 14.1 ઓવરમાં છ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી પેટ કમિન્સની આક્રમક બોલિંગથી ચાહકો ગેલમાં આવ્યા હતા. પેટ કમિન્સે 12 ઓવરમાં બે વિકેટ, જ્યારે સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં બે વિકેટ લીધી હતી.
India vs Australia 2nd Test Live Cricket Score Day 1:
5.07 PM
એડિલેડ ટેસ્ટનો પ્રથમ દિવસ પૂર્ણ
એડિલેડ ટેસ્ટનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પર 86 રન બનાવ્યા છે. જેમાં નાથન મેકસ્વિનીએ 38 અને માર્નસ લાબુશેને 20 રન બનાવ્યા છે. બંને વચ્ચે 62 રનની ભાગીદારી થઈ છે. પ્રથમ ઈનિંગમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવા વિકેટ લેવી પડશે.
4.38 PM
નાથન મેકસ્વિનીની ધૂઆંધાર બેટિંગ
નાથન ઓપનિંગની સાથે ધૂઆંધાર બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેણે 80 બોલમાં 31 રન ફટકાર્યા છે. જે 38.75ના રન રેટ સાથે રમી રહ્યો છે. માર્નસે 46 બોલમાં 17 રન બનાવ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 27 ઓવરમાં એક વિકેટ સાથે 74 રન માર્યા છે.
4.17 PM
ઓસ્ટ્રેલિયાની અર્ધસદી પૂર્ણ
ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 47 રન કર્યા હતા. 22 ઓવરમાં 55 રન હાંસલ કરી અરઅધસદી પૂર્ણ કરી હતી. માર્નસ લાબુશેન (13) અને નાથન મેસ્ક્વિની (16)ની જોડી રમી રહી છે.
3.20 PM
જસપ્રીત બુમરાહે ઝડપી વિકેટ
એડિલેડ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી છે. અતિ મહત્ત્વની ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયા પર પ્રેશર સર્જ્યું છે. ઉસ્માન ખ્વાજા 13 રન બનાવી આઉટ થયો હતો. 24 રન પર ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી છે.
2.54 PM
ઓસ્ટ્રેલિયાના પાંચ ઓવરમાં નવ રન
ટીમ ઈન્ડિયા પણ આક્રમક બોલિંગ સાથે ઓસ્ટ્રેલિયા પર પ્રેશર સર્જવાનો પ્રયાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ ઓવરમાં નવ રન બનાવ્યા છે. જેમાં બુમરાહે 3 ઓવરમાં પાંચ રન આપ્યા છે. જ્યારે ચાર એક્સ્ટ્રા છે.
2.40 PM
એક ઓવરમાં ચાર રન
ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ બુમરાહ સામે એક ઓવરમાં ચાર રન બનાવ્યા છે. નાથન મૅક્સ્વીનીએ હજી સુધી ખાતુ ખોલ્યું નથી.
2.35 PM
ઓસ્ટ્રેલિયાની બેટિંગ
ટીમ ઈન્ડિયાને 180 રનમાં પેવેલિયન ભેગી કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા અને નાથન મેક્સ્વીની ઓપનિંગ કરવા આવ્યા છે. બુમરાહ બોલિંગ કરી રહ્યો છે.
2.08
બુમરાહ પણ આઉટ
ભારતને નવમો ઝાટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ શૂન્ય રન પર આઉટ થયો છે. બીજી તરફ ઓલઆઉટ થવાના આરે પહોંચેલી ભારતની ટીમના ખેલાડી નીતિશ રેડ્ડી ટી20 મેચની માફક રનો ફટકાર્યા હતા. 54 બોલમાં 42 રન ફટાકર્યા બાદ ટ્રેવિસે કેચઆઉટ કર્યો હતો.
1.30 PM
હર્ષિત રાણા ડકમેન બન્યો
હર્ષિત રાણા પણ મિશેલ સ્ટાર્કની વિકેટનો ભોગ બન્યો હતો. રાણા શૂન્ય રન પર આઉટ થયો હતો. ભારતનો સ્કોર આઠ વિકેટ પર 141 રન હતો.
12:30 PM
ટીમ ઇન્ડિયા માટે બીજી ટેસ્ટમાં કપરી સ્થિતિ સર્જાઈ રહી છે. ડીનર બ્રેક બાદ રમત શરુ થતાં જ એક મોટો ઝટકો લાગ્યો અને કૅપ્ટન રોહિત શર્મા 3 રન બનાવીને બોલાંડનો શિકાર થયો હતો. રોહિત એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. હાલમાં ટીમ ઇન્ડિયા સંકટમાં દેખાઈ રહી છે. હવે ક્રીઝ પર નીતિશ રેડ્ડી અને ઋષભ પંત કાંગારૂઓનો પડકાર ઝીલી રહ્યા છે.
12:00 PM
વિરાટ સસ્તામાં આઉટ
ત્યારબાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો અને તેણે ગિલ સાથે મળીને ઇનિંગને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો જ હતો ત્યાં 7 રન કરીને સ્ટાર્કનો શિકાર થઈ ગયો. આ સમયે ટીમ ઇન્ડિયા 77 રન જ કરી શકી હતી. ત્રીજા ઝટકા બાદ ટીમ ઇન્ડિયાને ચોથા ઝટકારૂપે ગિલની વિકેટ હતી. જે 31 રન કરીને આઉટ થઈ ગયો હતો. હવે 82 રને 4 વિકેટો બાદ રોહિત શર્મા અને ઋષભ પંત મેદાનમાં છે.
11:45 AM
અત્યાર સુધીની રમતની વાત કરીએ ટીમ ઇન્ડિયાની શરુઆત ખરાબ રહી છે. તેના ચાર દિગ્ગજ બેટર કહો કે ટોપ લેવલના ચાર બેટર પેવેલિયન ભેગા થઈ ગયા છે. જેમાં યશસ્વી જયસ્વાલ મેચના પહેલા બોલે જ શૂન્ય રને સ્ટાર્કનો શિકાર થયો હતો. જેના બાદ ગિલ અને રાહુલે બાજી સંભાળી હતી. જોકે સ્ટાર્કે પછી રાહુલને આઉટ કરતાં 69 રને ટીમ ઇન્ડિયાને બીજો ઝટકો લાગ્યો હતો.