IND vs AUS : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી T20 મેચ, તિરુવનંતપુરમમાં થશે ટક્કર
ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 મેચમાં 2 વિકેટથી હરાવ્યું હતું
Image:Twitter |
AUS vs IND 2nd T20I : ભારત અબને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર 5 મેચોની T20 સિરીઝની બીજી મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચ સાંજે 7:00 વાગ્યાથી શરુ થવાની છે. ભારતે 5 મેચોની આ T20 સિરીઝમાં પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી છે. આ સિરીઝ દ્વારા સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. જે રીતે છેલ્લી મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી, એવું જ કંઈક આ વખતે પણ જોવા મળી શકે છે.
તિરુવનંતપુરમમાં ગઈકાલે મોદી રાત સુધી થયો વરસાદ
તિરુવનંતપુરમમાં હાલ હવામાન સાફ નથી. અહીં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત સુધી અહીં વરસાદ થઇ રહ્યું હતું. હવે આજે પણ તિરુવનંતપુરમમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચમાં અવરોધો આવી શકે છે. જો કે ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે લેટેસ્ટ હવામાન અપડેટમાં બપોરે વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. આ વરસાદ પણ થોડા સમય માટે જ રહેશે. આવી સ્થિતિમાં જ્યારે મેચ સાંજે શરૂ થશે ત્યારે મેદાન સૂકુ રહેશે અને ફરીથી વરસાદની કોઈ શક્યતા રહેશે નહીં.
પ્રથમ ઇનિંગમાં બેટ્સમેનોને નહીં મળે મદદ
ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 T20I મેચ રમાઈ છે. આ મેદાન પર બધું હાઈસ્કોર નથી બનતા, અહીં સૌથી મોટો સ્કોર 173 રનનો છે જે વેસ્ટ ઈન્ડિઝે 2019માં ભારત સામે રન ચેઝ કરતા બનાવ્યા હતા. વાત કરીએ અહીની પિચની તો આ પિચ પર બોલરોને વધુ મદદ મળે છે. અહીં બેટ્સમેનોને પ્રથમ ઇનિંગમાં પિચમાંથી બહુ ઓછી મદદ મળે છે. જયારે બીજી ઇનિંગમાં બોલરો આ પિચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં આ પિચ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
સૂર્યકુમાર યાદવ (C), રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન
ઓસ્ટ્રેલિયા
મેથ્યુ વેડ (C/wkt), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા