ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બીજી વનડે, મેચ પર વરસાદનું સંકટ, જાણો IMDનું અપડેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બીજી વનડે, મેચ પર વરસાદનું સંકટ, જાણો IMDનું અપડેટ 1 - image
Image:Twitter

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આવતીકાલે રમાશે. આ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. મોહાલીમાં પ્રથમ વનડે જીતનાર ભારતીય ટીમ જ્યાં ગઈકાલે બીજી મેચ જીતી સિરીઝ પર કબજો કરવા મેદાન અપર ઉતરશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમની નજર આવતીકાલે મેચ જીતીને સિરીઝમાં વાપસી કરવા પર રહેશે. ક્રિકેટ ચાહકો માટે આ મેચ પહેલા એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વનડે મેચ પર સંકટના વાદળો છવાતા દેખાઈ રહ્યા છે.

બીજી વનડે મેચ વરસાદના કારણે પ્રભાવિત થઈ શકે છે

ઇન્દોરમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વનડે મેચ વરસાદના કારણે પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજના સમયે વરસાદ પણ થઇ શકે છે. ઈન્દોરમાં સવારે તોફાન આવવાની પણ શક્યતા છે. સાંજે ગાજવીજની સંભાવના છે અને વરસાદ પણ પડી શકે છે.   

વરસાદને પહોંચી વળવા માટે MPCAએ કરી ખાસ વ્યવસ્થા

મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશને મેચ દરમિયાન વરસાદને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. MPCAના મીડિયા મેનેજરે કહ્યું હતું કે, 'ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદના સંકટને જોતા અમે ખાસ વ્યવસ્થા કરી છે. વરસાદને જોતા સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. પિચ અને ફિલ્ડને ઢાંકવા માટે નવા કવર્સ પણ ખરીદવામાં આવ્યા છે.


 બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News