IND vs AUS: આજે સિરીઝની બીજી મેચ રમાશે, ઈન્દોરમાં ભારત પાસે અજેય લીડ મેળવવાની તક

મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું

ભારત તરફથી જબરદસ્ત બોલિંગ કરતા મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
IND vs AUS: આજે સિરીઝની બીજી મેચ રમાશે, ઈન્દોરમાં ભારત પાસે અજેય લીડ મેળવવાની તક 1 - image

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચોની વનડે સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રામાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની બીજી આજે મેચ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવાની તક હશે. જયારે ઓસ્ટ્રેલિયન ટીમની નજર આજની મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવા પર રહેશે. વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને બંને ટીમો આ મેચમાં પોતાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત આજની મેચમાં ખરાબ હવામાનને કારણે વરસાદ થવાની સંભાવના પણ છે. આજે બપોરે 1થી 6 વાગ્યા સુધી વરસાદ થવાની 40-50 ટકા સંભાવના છે.

મોહમ્મદ સિરાજને મળી શકે તક

ભારત તરફથી પ્રથમ વનડે મેચમાં બહાર બેઠેલા મોહમ્મદ સિરાજને આજની મેચમાં રમવાની તક મળી શકે છે. સિરાજને બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ગત મેચમાં ભારત તરફથી 5 વિકેટ ઝડપી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા તેની આ ફોર્મને જોતા તેને ટીમમાંથી બહાર રાખવું સહેલું નહી હોય. ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો મોહાલી વનડેમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ટીમે નિરાશ કર્યા હતા.

હોલ્કર સ્ટેડિયમની પિચ બેટિંગ માટે વધુ અનુકુળ

ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમની પિચ બેટિંગ માટે વધુ અનુકુળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે જેથી લક્ષ્યનો પીછો કરવામાં સરળતા રહે. આ મેદાનમાં અત્યાર સુધીની 6 વનડે મેચોમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 320 રન રહ્યો છે.

નંબર-1 સ્થાન જાળવી રાખવા આજની મેચમાં જીત જરૂરી

મોહાલીમાં રમાયેલી વનડે મેચ જીતીને ભારતીય ટીમ ICC ક્રિકેટ ટીમ રેકિંગમાં ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ગઈ હતી. પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ભારતીય ટીમેને આજે રમાનાર વનડે મેચ પણ જીતવી જરૂરી રહેશે. જો ભારતીય ટીમ આ કરવામાં સફળ રહેશે તો તે વનડે વર્લ્ડ કપમાં પણ નંબર-1 ટીમની ટાઈટલ સાથે મેદાન પર ઉતરશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

કે.એલ રાહુલ (C/wkt), શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (C), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરન ગ્રીન, એલેક્સ કેરી (wkt), માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News