IND vs AUS : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20I મેચ, વિશાખાપટ્ટનમમાં થશે ટક્કર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20I મેચ રમાઈ છે

વિશાખાપટ્ટનમની પિચ બેટ્સમેનો અને બોલરો બંને માટે મદદરૂપ છે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
IND vs AUS : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20I મેચ, વિશાખાપટ્ટનમમાં થશે ટક્કર 1 - image
Image:BCCI

IND vs AUS 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં 5 મેચોની T20I સિરીઝની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચની શરૂઆત સાંજે 7:00 વાગ્યે થશે. આ સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથોમાં હશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ મેથ્યુ વેડ કરશે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સિરીઝની અંતિમ 2 મેચમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવશે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20I મેચ રમાઈ છે. જેમાં ભારતે 15 અને ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી T20I મેચ સપ્ટેમ્બર 2022માં રમાઈ હતી. આ 3 મેચોની સિરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. છેલ્લી મેચ હૈદરાબાદમાં યોજાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 67 ટકા મેચો જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે. આ સ્ટેડિયમની પિચ સંતુલિત છે. આ પિચ પર બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળે છે. આ સાથે પેસર અને સ્પિનર્સ બંને માટે આ પિચ અનુકુળ છે. જો કે અહીં ટાર્ગેટનો પીછો કરવો વધુ સારું છે. વિશાખાપટ્ટનમની પિચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 67 ટકા મેચો જીતી છે.

ઓસ્ટ્રેલિયાને સિનિયર ખેલાડીઓનો લાભ મળી શકે

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેઓ ODI World Cup 2023ની વિજેતા ટીમનો ભાગ હતા. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને સિનિયર ખેલાડીઓનો લાભ મળી શકે છે. તેથી ભારતીય ટીમ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા આ મેચમાં ફેવરિટ બની શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

સૂર્યકુમાર યાદવ (C), ઈશાન કિશન (wkt), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા/આવેશ ખાન, મુકેશ કુમાર

ઓસ્ટ્રેલિયા

મેથ્યુ વેડ (C/wkt), સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા

IND vs AUS : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20I મેચ, વિશાખાપટ્ટનમમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News