Get The App

IND vs AUS 1st Test | ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને વિજય, બુમરાહ મેન ઓફ ધ મેચ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
IND vs AUS 1st Test | ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને વિજય, બુમરાહ મેન ઓફ ધ મેચ 1 - image


Australia vs India, 1st Test, Day 4 LIVE Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝનો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગમાં ઊતરી હતી. ટીમ ઈન્ડિયાના પહાડ જેવા લક્ષ્ય 534 રન સામે કાંગારૂ બેટર લાચાર દેખાયા હતા અને ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતીને જ પોતાની તાકાત બતાવી દીધી હતી. આ સાથે ફરી એકવાર WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 બની ગયું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો. 

ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યાં હતા જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.  ત્યારબાદ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કોહલીની સદીના સહારે ટીમ ઈન્ડિયાએ 487 રનનો વિશાળ સ્કોર બનાવીને અગાઉની 46 રનની લીડ ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કાંગારૂઓની ટીમ 238 રન બનાવ્યા. બંને ઈનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટો ઝડપનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સીરિઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રને વિજય મેળવ્યો. આ વિજય ઘણી બધી રીતે ઐતિહાસિક અને ખાસ છે. કારણ કે આ ટેસ્ટમાં ભારત ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની ગેરહાજરીમાં રમ્યું હતું. ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે. 

આ પણ વાંચો: ફક્ત 7 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ આ ટીમ, T20I ક્રિકેટમાં સૌથી શરમજનક પરાજય

ઓપ્ટસ સ્ટેડિયમમાં અગાઉ ચાર મેચ જીત્યા બાદ પાંચમી મેચ ઓસ્ટ્રેલિયા હારી ગયું 

નોંધનીય વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં ન તો રોહિત શર્મા, ન શુભમન ગિલ, ન રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન કે ન તો મોહમ્મદ શમી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત નોંધાવી. 2021માં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યા બાદ હવે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યું છે. આ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ રમી હતી અને તે તમામ જીતી હતી. હવે ઓસ્ટ્રેલિયાને પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

IND vs AUS 1st Test | ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને વિજય, બુમરાહ મેન ઓફ ધ મેચ 2 - image


Google NewsGoogle News