IND vs AFG: સુપર ઓવરનું એલાન થતાં જ ડીજેએ વગાડ્યું મોએ -મોએ... કોહલીનું રિએક્શન કેમેરામાં કેદ

ભારતે અફઘાનિસ્તાન સામે સીરિઝ 3-0થી જીતી હતી

રોહિત શર્માએ અણનમ 121 રન બનાવ્યા હતા

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
IND vs AFG: સુપર ઓવરનું એલાન થતાં જ ડીજેએ વગાડ્યું મોએ -મોએ... કોહલીનું રિએક્શન કેમેરામાં કેદ 1 - image
image:Screengrab

Virat Kohli Dance On Moye…Moye Song : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ત્રણ મેચની T20I સીરિઝની અંતિમ મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ 121 રનની મદદથી અફઘાનિસ્તાન સામે 212 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જવાબમાં ગુલબદીન નાઈબની શાનદાર ફિફ્ટીના કારણે અફઘાનિસ્તાનની ટીમે 212 રન બનાવી લીધા જેના કારણે મેચ ટાઈ થઇ હતી. મેચ ટાઈ થતા ડીજેએ પ્રખ્યાત ગીત મોએ-મોએ વગાડી દીધું હતું. આ ગીત પર વિરાટ કોહલીએ ગીતનું સિગ્નેચર સ્ટેપ પણ કર્યું હતું, જે કેમરામાં કેદ થઇ ગયું હતું.

વિરાટ કોહલીની જબરદસ્ત ફિલ્ડીંગ

વિરાટ કોહલીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. મેચમાં વિરાટ કોહલી ભલે શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ તેણે જે રીતે ફિલ્ડીંગ કરી તે અદ્ભુત હતી. વિરાટે હવામાં ઉછડીને પોતાની ટીમ માટે 6 રન બચાવ્યા હતા. 

અફઘાનિસ્તાનને સીરિઝમાં 3-0થી હરાવ્યું

મેચની અંતિમ ઓવરમાં અફઘાનિસ્તાનને જીતવા માટે 19 રનની જરૂર હતી જેમાં છેલ્લા બોલ પર જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. છેલ્લા બોલ પર બે રન આવ્યા અને મેચ સુપર ઓવર સુધી ખેંચાઈ હતી. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન બનાવ્યા અને ફરી એકવાર રિઝલ્ટ ટાઈ રહ્યો. ફરી એકવાર સુપર ઓવર થઇ. જેમાં ભારતે જીત સાથે અફઘાનિસ્તાન સામે સીરિઝ 3-0થી જીતી હતી.

IND vs AFG: સુપર ઓવરનું એલાન થતાં જ ડીજેએ વગાડ્યું મોએ -મોએ... કોહલીનું રિએક્શન કેમેરામાં કેદ 2 - image


Google NewsGoogle News