Get The App

VIDEO : હાડ થીજવતી ઠંડી વચ્ચે ક્રિકેટરોએ કરી પ્રેક્ટિસ, અક્ષર પટેલે કહ્યું, ‘ગુજરાતમાં આટલી ઠંડી…’

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે T20 સીરિઝની પ્રથમ મેચ રમાશે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
VIDEO : હાડ થીજવતી ઠંડી વચ્ચે ક્રિકેટરોએ કરી પ્રેક્ટિસ, અક્ષર પટેલે કહ્યું, ‘ગુજરાતમાં આટલી ઠંડી…’ 1 - image


IND vs AFG 1st T20I : ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે સીરિઝની પ્રથમ T20I મેચ રમવા મોહાલી પહોંચી હતી. આજે બંને ટીમો વચ્ચે મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટક્કર થશે. આ પહેલા ભારતીય ટીમ સામે મોહાલીનું વાતાવરણ એક મોટો પડકાર રહેશે. ટ્રેનિંગ સેશનમાં પણ આની અસર જોવા મળી હતી જ્યાં ભારતીય ટીમના ખેલાડીઓ ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા. BCCIએ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર્ફ કર્યો છે.

ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. બધાએ માથે ટોપી અને હાથમાં મોજા પહેર્યા હતા. હેડ કોચ રાહુલ દ્રવિડથી લઈને શુભમન ગિલ સુધી બધા જ ઠંડીના કારણે ધ્રુજતા જોવા મળ્યા હતા.

‘ગુજરાતમાં આટલી ઠંડી ક્યારેય નથી હોતી’ - અક્ષર પટેલ

ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું, ‘ગુજરાતમાં આટલી ઠંડી ક્યારેય નથી હોતી.’ તેણે ટ્રેનરને સવાલ પૂછ્યો કે, ‘તાપમાન કેટલું છે?’ ટ્રેનરનો જવાબ સાંભળીને અક્ષરને વિશ્વાસ ન થયો કે મોહાલીમાં તાપમાન 12 ડિગ્રી છે. અક્ષરે કહ્યું કે તેણે વધુ ઠંડી લાગી રહી છે. જયારે રણજી ટ્રોફી મેચ રમીને કેરળથી આવી રહેલા રિંકુ સિંહ માટે પણ આ ઘણું મુશ્કેલ હતું. કેરળની ગરમી પછી ઠંડી સહન કરવી સરળ નથી. કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું કે બેંગલુરુથી આવ્યા બાદ તેને લાગે છે કે તે આ ઠંડીમાં થીજી ગયો છે.

ગિલ અને અર્શદીપને નથી લાગી રહી ઠંડી!

શુભમન ગિલ અને અર્શદીપ સિંહનું આ હોમગ્રાઉન્ડ છે. જેથી બંને ખેલાડીઓ મજાકમાં કહેતા જોવા મળ્યા હતા કે ઠંડી બિલકુલ નથી પરંતુ તેમના મોઢામાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ઓલરાઉન્ડર શિવમ દુબેએ કહ્યું કે આવી ઠંડીમાં રમવું ખૂબ જ પડકારજનક લાગે છે. સ્પિનર ​​કુલદીપ યાદવને પણ ઠંડીના કારણે બોલને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. બોલરે એમ પણ કહ્યું કે ઠંડીના કારણે મેચ દરમિયાન ઘણી મુશ્કેલી પડશે. જો કે તે તેના માટે તૈયાર છે.

VIDEO : હાડ થીજવતી ઠંડી વચ્ચે ક્રિકેટરોએ કરી પ્રેક્ટિસ, અક્ષર પટેલે કહ્યું, ‘ગુજરાતમાં આટલી ઠંડી…’ 2 - image


Google NewsGoogle News