IND vs AFG : આજે ઇન્દોરમાં બીજી T20I મેચ, અફઘાનિસ્તાન માટે કરો યા મારોની સ્થિતિ

વિરાટ કોહલીને તિલક વર્માની જગ્યાએ ટીમમાં તક મળી શકે છે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
IND vs AFG : આજે ઇન્દોરમાં બીજી T20I મેચ, અફઘાનિસ્તાન માટે કરો યા મારોની સ્થિતિ 1 - image
Image:Twitter

IND vs AFG 2nd T20I Match Preview : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20I સીરિઝની બીજી મેચ આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરુ થશે. આ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આજે અફઘાનિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ રહેવાની છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 6 T20I મેચ રમાઈ છે. જેમાં અફઘાનિસ્તાનની ટીમને 5 વખત હારનો સામનો કરવો પડ્યો છે જયારે એક મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ઇન્દોરમાં ભારતીય ટીમે અત્યાર સુધી 3 T20I મેચ રમી છે જેમાં ભારતને 2 જીત મળી છે જયારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇન્દોરની પિચ બેટ્સમેનો માટે વધુ મદદરુપ

ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે અને આઉટફિલ્ડ ઝડપી છે. આ સ્ટેડિયમમાં બાઉન્ડ્રી પણ નાની છે, જેનો અર્થ છે કે આ પિચ બેટ્સમેનો માટે વધુ મદદરૂપ છે. અહીં યોજાયેલી તમામ વ્હાઈટ બોલની રમતમાં રનનો વરસાદ જોવા મળ્યો છે. આ મેદાન પર રમાયેલી 3 T20I મેચોમાં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 215થી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર T20Iમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.

તિલક વર્માના સ્થાને વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળવું લગભગ નક્કી

ભારતીય ટીમમાં આજે થોડા ફેરફાર જોવા મળી શકે છે. તિલક વર્માના સ્થાને વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળવું લગભગ નક્કી છે. શુભમન ગિલની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. બોલિંગ ડીપાર્ટમેન્ટમાં રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવ અને મુકેશ કુમારની જગ્યાએ આવેશ ખાનને પ્લેઇંગ-11માં સ્થાન મળી શકે છે. જયારે અફઘાનિસ્તાનની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે.

બંને ટીમોના પ્લેઇંગ-11

ભારત

રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wkt), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન/મુકેશ કુમાર

અફઘાનિસ્તાન

ઈબ્રાહીમ ઝાદરાન (C), રહેમાનુલ્લા ગુરબાઝ (wkt), હઝરતુલ્લા ઝાઝાઈ/રહેમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, ગુલબદીન નાયબ, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી

IND vs AFG : આજે ઇન્દોરમાં બીજી T20I મેચ, અફઘાનિસ્તાન માટે કરો યા મારોની સ્થિતિ 2 - image


Google NewsGoogle News