IND vs SL: 2 દિવસમાં 3 મેચ! ભારતીય ક્રિકેટ ફેન્સને ફૂલ એન્ટરટેઇન્મેન્ટની ગેરંટી, જાણો સમય અને વિગતો
IND vs SL: ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ વિકેન્ડ જબરદસ્ત રહેશે. કારણ કે એક તરફ પુરૂષ ક્રિકેટ ટીમ આ ત્રણ દિવસમાં 2 મેચ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં શ્રીલંકા સામે T20 શ્રેણીમાં ટકરાશે. તો બીજી તરફ શુક્રવારે મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવનાર ભારતીય મહિલા ટીમ પણ યજમાન શ્રીલંકન ટીમને હરાવીને ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. ભારતે આ શ્રેણીમાં પ્રભુત્વસભર પ્રદર્શન કર્યું છે અને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આમ ક્રિકેટ ચાહકોને બે દિવસમાં કુલ 3 મોટી મેચો જોવા મળશે.
પુરુષ અને મહિલા બંને ટીમો શ્રીલંકામાં
ભારતીય મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમો હાલમાં શ્રીલંકામાં છે.
નવા કોચ અને કેપ્ટનના નેતૃત્વમાં ભારતીય ટીમ શનિવારે શ્રીલંકા સામે તેની પ્રથમ T20 મેચ રમશે. ભારત અને શ્રીલંકાની ટીમો રવિવારે 24 કલાક બાદ ફરી એકબીજા સામે ટકરાશે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે અને બંને મેચો બેક ટુ બેક રમાશે એટલે બંને વચ્ચે કોઈ અંતર રાખવામાં આવ્યું નથી.
તો બીજી તરફ મહિલા ટીમ પણ શ્રીલંકામાં એશિયા કપમાં રમી રહી છે. ભારતીય મહિલા ટીમે શુક્રવારે એશિયા કપની સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ભારતને ત્રણ દિવસમાં બે મેચ મળી છે. ફાઈનલ રવિવારે બપોરે 3 વાગ્યાથી રમાશે.
આમ ભારતીય ક્રિકેટ ચાહકોનો વિકેન્ડ ક્રિકેટથી ભરપૂર રહેશે. શનિવારે સાંજે 7 વાગ્યે પુરુષ ટીમ પ્રથમ ટી-20 રમશે. ત્યાર પછી ભારતીય ક્રિકેટ ચાહકોને રવિવારે બપોરે 3 વાગ્યાથી મહિલા ટીમ અને ફરી સાંજે 7 વાગ્યાથી પુરુષોની ટીમની મેચ જોવા મળશે.