Get The App

T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે રમાશે! શેડ્યુલને લઈને અહેવાલ આવ્યા સામે

કુલ 20 ટીમો ICC T20 World Cup 2024માં ભાગ લેવાની છે

આ મેગા ટુર્નામેન્ટની શરૂઆત 4 જૂનથી થવાની છે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે રમાશે! શેડ્યુલને લઈને અહેવાલ આવ્યા સામે 1 - image
Image:File Photo

IND vs PAK In T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમ પાસે આ વર્ષે ICC ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. આ વર્ષે ICC T20 World Cup 2024નું આયોજન જૂન મહિનામાં થશે. આ મેગા ઇવેન્ટનું શેડ્યુલ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. પરંતુ સૂત્રોના હવાલાથી ભારતીય ટીમના શેડ્યૂલનો ખુલાસો થયો છે. જેમાં ભારતીય ટીમ પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાવાની છે. જયારે બીજી મેચ પાકિસ્તાન સામે 9 જૂનના રોજ રમવાની છે. ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે રમાશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં રમાશે. ICC T20 World Cup 2024નું આયોજન વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં થવાનું છે. જો કે અંતિમ સમયે વર્લ્ડકપના શેડ્યુલમાં ફેરફાર પણ થઇ શકે છે.

ભારતીય ટીમનું શેડ્યુલ

5 જૂન - ભારત vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક

9 જૂન - ભારત vs પાકિસ્તાન, ન્યૂયોર્ક

12 જૂન - ભારત vs અમેરિકા, ન્યૂયોર્ક

15 જૂન - ભારત vs કેનેડા, ફ્લોરિડા

20 જૂન - ભારત vs C1 (ન્યૂઝીલેન્ડ), બાર્બાડોસ

22 જૂન - ભારત vs શ્રીલંકા, એન્ટીગુઆ

24 જૂન - ભારત vs ઓસ્ટ્રેલિયા, સેંટ લૂસિયા

26 જૂન - પહેલી સેમિફાઈનલ, ગયાના

28 જૂન - બીજી સેમિફાઈનલ, ત્રિનિદાદ

29 જૂન - ફાઈનલ, બાર્બાડોસ

આવું રહેશે આગામી T20 World Cup 2024નું ફોર્મેટ

આગામી T20 World Cup 4 જૂનહતી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમો નોકઆઉટ સહિત કુલ 3 સ્ટેજમાં રમશે. તમામ 220 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. પ્રત્યેક ગ્રુપની ટોચની 2 ટીમો સુપર-8માં પહોંચશે. ત્યારબાદ ફરી તમામ 8 ટીમોને 4-4ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. સુપર-8 સ્ટેજમાં બંને ગ્રુપની ટોપ 2-2 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે. બે સેમિફાઈનલ મેચ દ્વારા 2 ટીમો ફાઈનલમાં પહોંચશે.

T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે રમાશે! શેડ્યુલને લઈને અહેવાલ આવ્યા સામે 2 - image


Google NewsGoogle News