છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે ભારતીય ટીમની નજર, આજે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

ભારતે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું

ભારતે 5 વખત ટાઈટલ જીત્યું છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે ભારતીય ટીમની નજર, આજે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર 1 - image
Image:twitter

U-19 World Cup Final 2024 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઇનલ બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાશે. આ ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 કલાકે શરૂ થશે. કેપ્ટન ઉદય સહારન અને હ્યુ વેબગેન ટોસના અડધા કલાક પહેલા મેદાનમાં ઉતરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની નજર છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે. ભારતે છેલ્લી બે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ભારતે 5 વખત ટાઈટલ જીત્યું

ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જયારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે બીજી સેમિફાઈનલ મેચમાં રોમાંચક જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અંડર-19 વર્લ્ડકપની સૌથી સફળ ટીમ છે. ભારતે કુલ 5 વખત ટૂર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમે વર્ષ 2000માં પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. તે સમયે મોહમ્મદ કૈફ કેપ્ટન હતો. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત વર્ષ 2008માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી, ઉન્મુક્ત ચંદ (2012), પૃથ્વી શો (2018) અને યશ ધૂલ (2022)ની આગેવાની હેઠળ ભારતીય ટીમે ટ્રોફી પર કબજો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલની હારનો બદલો લેવા ઉતરશે ભારત 

ભારત બાદ ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 3 વખત ટાઇટલ જીત્યું છે. અંડર-19 વર્લ્ડકપનું સૌપ્રથમ આયોજન વર્ષ 1988માં કરવામાં આવ્યું હતું, જેની ટ્રોફી ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2002 અને 2010માં ફરી ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમની નજર ફાઇનલમાં સિનિયર ભારતીય ટીમની હારનો બદલો લેવા પર હશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં ઉદય શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 389 રન બનાવ્યા છે. હાલ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ઉદય ટોપ પર છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

ભારત

ઉદય સહારન (C), આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરવેલી અવનીશ (wkt), મુરુગન અભિષેક, નમન તિવારી, રાજ લિંબાણી, સૌમ્ય પાંડે

ઓસ્ટ્રેલિયા

હ્યુ વેબગેન (C), હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હરજસ સિંહ, રેયાન હિક્સ (wkt), ઓલિવર પીક, ટોમ કેમ્પબેલ, રાફેલ મેકમિલન, ટોમ સ્ટ્રેકર, મહલી બિયર્ડમેન, કેલમ વિડલર

છઠ્ઠી વખત ટ્રોફી જીતવા પર રહેશે ભારતીય ટીમની નજર, આજે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર 2 - image


Google NewsGoogle News