Get The App

યુવરાજની ઓલટાઈમ ઇલેવનમાં ધોની નહીં પણ જૂના દુશ્મનને આપ્યું સ્થાન

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Cricketer


Yuvraj Singh : યુવરાજ સિંહની કેપ્ટનશીપમાં ઇન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો (WCL) ખિતાબ પોતાના નામે કર્યો હતો. જેમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ દરમિયાન યુવી પાજીએ ઓલટાઈમ ફેવરિટ પ્લેઈંગ ઈલેવન ટીમની પસંદ કરી છે. જેમાં તેણે માત્ર ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. યુવરાજે ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી માટે ચોંકાવનારુ નામ જાહેર કરતાં મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાંથી બાકાત રાખ્યો હતો.

પ્લેઈંગ ઈલેવન ટીમમાં ઓલરાઉન્ડરનું નામ જાહેર કરતાં ક્રિકેટ ચાહકો ચોંકી ગયા

યુવરાજે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને એન્કર શેફાલી બગ્ગા સાથે વાત કરી એ સમયે ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન માટેની જાહેરાત કરવામાં આવી હતી. યુવરાજે આ ટીમમાં સૌથી પહેલા સચિન તેંડુલકરને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, યુવરાજે રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, એબી ડી વિલિયર્સને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. જેમાં વિકેટકીપર તરીકે એડમ ગિલક્રિસ્ટને પસંદ કર્યો હતો. જ્યારે ફાસ્ટ બોલર તરીકે વસીમ અક્રમ અને ગ્લેન મેકગ્રાને પસંદ કર્યા હતા. આ સાથે ટીમમાં મુથૈયા મુરલીધરન અને શેન વોર્નને સ્થાન આપવામાં આવ્યું હતું. અંતે જ્યારે ટીમમાં ઓલરાઉન્ડરનું નામ જાહેર કરવામાં આવતા ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા. જેમાં યુવરાજે પ્લેઈંગ ઈલેવનમાં ઓલરાઉન્ડર તરીકે એન્ડ્રુ ફ્લિન્ટોફની પસંદગી કરી હતી.

ફ્લિન્ટોફ અને યુવરાજન સાથે થઈ હતી તકરાર

2007 માં યોજાયેલા T20 વર્લ્ડ કપ દરિમાયન યુવરાજ અને ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી સાથે તકરાર થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેવામાં ફ્લિન્ટોફે યુવરાજનું ગળું કાપી નાખવાની ઘમકી પણ આપી હતી. બીજી તરફ, યુવરાજે બેટ બતાવ્યું હતું. આ તકરાર પછી સ્ટુઅર્ટ બ્રોડની ઓવર સામે યુવરાજે 6 છગ્ગા ભટકાર્યા હતા. તેવામાં યુવરાજે ઓલટાઈમ ઈલેવનમાં ફ્લિન્ટોફના નામ જાહેર કરીને ચોંકાવનારા નિર્ણય લીધો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે ખિતાબ જીત્યો હતો

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL) ટુર્નામેન્ટની વાત કરીએ તો, ભારતીય ટીમે યુવી પાજીની કેપ્ટન્સીમાં પાકિસ્તાનને ફાઇનલમાં હાર આપી હતી. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. જેના સામે ભારતની ટીમ 19.1 ઓવર રમતાં પાંચ વિકેટ ગુમાવતાં અંતે જીત હાસલ કરી હતી.

યુવરાજની ઓલટાઈમ ઇલેવનમાં ધોની નહીં પણ જૂના દુશ્મનને આપ્યું સ્થાન 2 - image


Google NewsGoogle News