IPL 2025 : ગુજરાત-મુંબઈ સહિત છ ટીમોમાં બદલાઈ શકે છે કેપ્ટન! જાણો કોને મળશે કમાન
IPL 2025: આઈપીએલની આગામી 2025ની સિઝન શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ આઈપીએલને લઈને ઘણાં આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સિઝન માટે એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ તેમના રિલીઝ અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે કે આગામી આઇપીએલ સીઝન માટે 6 ટીમોના કેપ્ટન બદલાશે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇપીએલ 2025માં 6 ટીમોના નવા કેપ્ટન હશે. અને મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટનશીપ લઈને ફરીથી રોહિત શર્માને કમાન સોંપશે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ફરી એકવાર વિરાટ કોહલીને ટીમની કેપ્ટનશીપ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને પણ નવા કેપ્ટન મળશે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મુંબઈની કમાન રોહિત શર્માને ફરીથી આપી શકાય છે. બેંગ્લોરની કમાન વિરાટ કોહલીને, રાજસ્થાનની કમાન જોસ બટલરના હાથમાં, લખનૌની કમાન કમલ નિકોલસ પૂરન પાસે, ગુજરાતની કમાન રાશિદ ખાન પાસે અને પંજાબ કિંગ્સની કમાન નીતિશ રાણાના હાથમાં જશે.
આ પણ વાંચો: Vinesh Phogat: વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ! નંબર વન ગોલ્ડ મેડલીસ્ટ રેસલરને આપી ધોબી પછાડ
આગામી આઈપીએલ સીઝનને લઈને ઘણા કાવા-દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઇપણ ફ્રેન્ચાઈઝી કે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. તેથી આ 6 નવા કેપ્ટનના દાવાને હજુ સંપૂર્ણ સાચા માની શકાય તેમ નથી. અત્યારે ચાહકો ફક્ત અનુમાન લગાવી રહ્યા છે. જ્યાં સુધી ફ્રેન્ચાઈઝી પોતે અથવા તેના કેપ્ટન, કે તેઓ ટીમમાં કોઈપણ ખેલાડીના સામેલ કરવા વિશે વાત ન કરે ત્યાં સુધી કંઈપણ સાચું માની શકાય નહીં.