IPL 2025માં પણ રમશે ધોની! ક્રિકેટને લઈને જે કહ્યું તે જાણી ખુશ થઈ જશે ચાહકો
IPL 2025, MS Dhoni : આગામી IPL 2025નું મેગા ઓક્શન નવેમ્બર મહિનાના અંતમાં યોજાઈ શકે છે. આ સીઝનમાં એમએસ ધોનીને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું છે કે, 'ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તે આગામી સીઝનમાં રમશે કે નહીં. ફ્રેન્ચાઇઝીને આશા છે કે ધોની ઉપલબ્ધ રહેશે અને તેને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન રાખવામાં આવશે. પરંતુ આ અંગે અંતિમ નિર્ણય માત્ર ધોનીએ લેવાનો છે.'
અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમમાં ધોનીનો સમાવેશ
તાજેતરમાં જાહેર થયેલા IPLના નવા નિયમો અનુસાર ચેન્નાઈ એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમમાં રાખી શકે છે. જો કે આ અંગે ટીમ તરફથી હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. છેલ્લી IPL સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ IPL 2023નો ખિતાબ જીત્યો હતો. આ પછી આગામી સીઝન માટે ઋતુરાજ ગાયકવાડને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જો કે ગત સિઝનમાં ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઇ શકી ન હતી. ચેન્નાઈ તેની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી.
BCCIનો નવો નિયમ
એમએસ ધોની 5 વખત IPLનો ખિતાબ જીતી ચૂકેલી ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ના અનકેપ્ડ ખેલાડી તરીકે આગામી IPLમાં રમી શકે છે. BCCIએ તેના પહેલાના નિયમને ફરીથી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષ પહેલા ભારતીય ટીમમાંથી નિવૃત્ત થયેલા ખેલાડીઓ અનકેપ્ડ પ્લેયર તરીકે ઓક્શનમાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો : રોહિતની ગેરહાજરથી લઈને શમીની ઈન્જરી સુધી... ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર 5 સવાલ ઊઠ્યાં
ધોનીને 4 કરોડ રૂપિયામાં CSK રાખી શકે
વર્ષ 2020માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. પરંતુ આગાઉ તેણે ભારત માટે પોતાની છેલ્લી મેચ વર્ષ 2019માં રમી હતી. જેથી કરીને આગામી IPL 2025 સુધીમાં તેણે લીધેલી નિવૃત્તિ અને તેની છેલ્લી મેચ બંનેને 5 વર્ષથી વધુ સમય થઈ જશે. આ નિયમનો પહેલા ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે તેને વર્ષ 2021માં IPLમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જો કે હવે CSK આ નિયમનો ઉપયોગ કરીને ધોનીને 4 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરી શકે છે.