T20 વર્લ્ડ કપમાં હારનારી ટીમ પણ થઈ જશે માલામાલ, વિજેતાને તો મળશે ‘છપ્પરફાડ’ ઈનામ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપમાં હારનારી ટીમ પણ થઈ જશે માલામાલ, વિજેતાને તો મળશે ‘છપ્પરફાડ’ ઈનામ 1 - image


Image: X

T20 World Cup 2024 Prize Money: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની આજે ફાઈનલ ભારત-સાઉથ આફ્રિકાની વચ્ચે છે. ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે બ્રિજટાઉનના કેંસિંગ્ટન ઓવલ મેદાનમાં છે.

ટી20 વર્લ્ડ કપમાં આ વખતે ફાઈનલ જીતનારી ટીમ તો માલામાલ થશે જ. જે ટીમ હારે છે એટલે કે રનર અપ રહી તે પણ માલામાલ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ મેગા ઈવેન્ટ માટે મેગા પ્રાઈઝ મનીનું પણ એલાન કર્યું હતું. 

વિજેતા ટીમને રેકોર્ડતોડ પ્રાઈઝ મની

ટી20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને લગભગ 20.36 કરોડ રૂપિયા (2.45 મિલિયન ડોલર) મળશે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત વિજેતા ટીમને આટલી રકમ મળશે. ફાઈનલમાં રનર અપ રહેનારી ટીમને લગભગ 10.64 કરોડ રૂપિયા (1.28 મિલિયન ડોલર) મળશે.

ખાસ વાત એ છે કે સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોને એક સમાન 6.54 કરોડ (787,500 ડોલર) આપવામાં આવશે. એટલે કે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો પણ માલામાલ થઈ છે. ટી20 વર્લ્ડ કપમાં આ વખતે 20 ટીમોએ ભાગ લીધો. કુલ મળીને આ વખતે દરેક ટીમને આઈસીસીની તરફથી કંઈકને કંઈક પ્રાઈઝ મની આપવામાં આવી. સુપર-8 થી આગળ ન વધનારી ટીમોમાંથી દરેકને 382,500 ડોલર (લગભગ 3.17 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા.

93.51 કરોડ રૂપિયા વહેંચશે આઈસીસી

નવમાંથી બારમાં સ્થાન સુધી રહેનારી ટીમોમાં દરેકને 247,500 ડોલર (લગભગ 20.57 કરોડ રૂપિયા) મળશે જ્યારે 13માંથી 20માં સ્થાન સુધી રહેનાર ટીમોમાંથી દરેકને 225,000 ડોલર (લગભગ 1.87 કરોડ રૂપિયા) મળશે. આ સિવાય મેચ જીતવા પર (સેમિ ફાઈનલ અને ફાઈનલ સિવાય) ટીમોને 31,154 ડોલર (લગભગ 25.89 લાખ રૂપિયા) મળશે. ટી20 વર્લ્ડ કપ માટે કુલ 11.25 મિલિયન ડોલર (લગભગ 93.51 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની નક્કી કરવામાં આવી છે.

ટી20 વર્લ્ડકપની પ્રાઈઝ મની

વિજેતા- લગભગ 20.36 કરોડ રૂપિયા

રનર અપ- 10.64 કરોડ રૂપિયા

સેમિ ફાઇનલઃ 6.54 કરોડ

બીજા રાઉન્ડમાં બહાર થવા પર: રૂ. 3.17 કરોડ

9માંથી 12માં સ્થાનવાળી ટીમ - 2.05 કરોડ રૂપિયા

13માંથી 20માં સ્થાનવાળી ટીમ - 1.87 કરોડ

પહેલા અને બીજા રાઉન્ડમાં જીત- 25.89 લાખ રૂપિયા


Google NewsGoogle News