AFG Vs Ban: T20 વર્લ્ડ કપની મેચમાં ગુલબદીનને વાગ્યું હતું કે નૌટંકી હતી, મેચ જીતવા છેતરપિંડી?

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
AFG Vs Ban: T20 વર્લ્ડ કપની મેચમાં ગુલબદીનને વાગ્યું હતું કે નૌટંકી હતી, મેચ જીતવા છેતરપિંડી? 1 - image


Image: Facebook

AFG Vs Ban: અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે સુપર-8ની મહત્વની મેચ આજે રમાઈ રહી છે. આ મેચ અફઘાનિસ્તાન માટે જીતવી ખૂબ જરૂરી છે. આ મેચને જીતવા માટે અફઘાનિસ્તાન ખૂબ મહેનત પણ કરી રહ્યું છે. હવે અફઘાનિસ્તાન પર મેચ દરમિયાન છેતરપિંડી કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

છેતરપિંડીનો પ્રશ્ન કેમ ઉઠી રહ્યો છે

હવે બાંગ્લાદેશની બેટિંગ ચાલી રહી હતી ત્યારે 11.4 ઓવર દરમિયાન ફરીથી વરસાદ આવ્યો. ત્યારે મેદાનની બહારથી અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે ખેલાડીઓ તરફ રમતને ધીમી કરવાનો ઈશારો કર્યો. ત્યારે ગુલબદીન નાયબ માંશપેશીઓમાં ખેંચાણના કારણે નીચે પડી ગયો અને મેચ થોડા સમય માટે રોકાઈ ગઈ. તે બાદ વરસાદના કારણે મેચને પણ રોકવામાં આવી. ગુલબદીનની ઈજા પર બાંગ્લાદેશના બેટ્સમેનનું પણ રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. 

જ્યારે વરસાદ આવ્યો તો બાંગ્લાદેશનો સ્કોર 81/7 હતો. વરસાદ રોકાયા બાદ મેચ શરૂ થઈ તો ફરીથી ગુલબદીન મેદાન પર આવ્યો હતો. ગુલબદીનની આ હરકત પર હવે સોશિયલ મીડિયા પર ખૂબ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.


Google NewsGoogle News