T20 World Cup: મોટા ઉલટફેર કરવામાં માહેર છે બાંગ્લાદેશ, જીત માટે ટીમ ઈન્ડિયાએ કરવા પડશે આ મોટા બદલાવ
T20 World Cup 2024, India vs Bangladesh: T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 ગ્રુપની મેચ કાલે ભારતીય સમયનુસાર રાતે 8 વાગ્યે એન્ટીગુઆ ખાતે રમાશે. બાંગ્લાદેશની ટીમ અપસેટ સર્જીવામાં સક્ષમ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ડાબોડી ઝડપી બોલર સમસ્યા બની રહ્યા છે. ભારતીય બેટરોએ મુસ્તાફિઝુર રહેમાનનો તોડ શોધવો પડશે. નહિતર બાંગ્લાદેશની ટીમ ભારી પડી શકે છે.
અપસેટ સર્જી શકે બાંગ્લાદેશ
બંને ટીમોના એકબીજા સામેના રેકોર્ડમાં ભારતનો પલડું ભારી છે. બાંગ્લાદેશની ટીમને હળવાશથી ના લઇ શકાય તે ભારતીય ટીમ સારી રીતે જાણે છે.ભારતીય ટીમે સુપર-8 મેચમાં અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. ડાબોડી બેટર શિવમ દુબેને મિડલ ઓવરમાં સિક્સ ફટકારવા માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી તે સારું પ્રદર્શન કરી શક્યો નથી.
સંજુ સેમસનને રમવાની તક મળી શકે
આઈપીએલમાં શાનદાર પ્રદર્શનને કારણે શિવમ દુબેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેને અમેરિકા સામેની મેચમાં 31 રન જ બનાવ્યા હતા. જો તે ફરી એકવાર નિષ્ફળ જશે તો ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસનને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લઈ શકે છે. સ્પિનર કુલદીપ યાદવને અફઘાનિસ્તાન સામે પહેલી તક મળી અને તે અસરકારક સાબિત થયો હતો.
બાંગ્લાદેશ બેટર માટે બુમરાહ એક પડકાર
ઓપનર લિટન દાસ અને તાનજીદ ખાનના ખરાબ પ્રદર્શને કારણે ટીમની મુશ્કેલી વધારી દીધી છે. બાંગ્લાદેશના બેટ્સમેનો સામે પડકાર જસપ્રિત બુમરાહનો સામનો કરવાનો છે જે અત્યારે શાનદાર ફોર્મમાં છે. અને તેનો ઈકોનોમી રેટ 3.46 રહ્યો છે