પાકિસ્તાનમાં છવાયો કોહલી, ચાહકોએ સ્ટેડિયમમાં લહેરાવી વિરાટની ‘જર્સી’
Virat Kohli: ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. તેના ચાહકો પૂરી દુનિયામાં ફેલાયેલા છે. અને તેમાંથી પાકિસ્તાન પણ અપવાદ નથી. હાલમાં પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં ચેમ્પિયન્સ વનડે કપ રમાઈ રહ્યો છે. જેમાં એક પ્રશંસક વિરાટ કોહલીની જર્સી લહેરાવતા જોવા મળ્યો હતો. હવે ઈન્ટરનેટ પર આ પ્રશંસકની તસવીર વાઈરલ થઈ રહી છે.
Interesting posters and Virat Kohli shirts - Faisalabad crowd 😅👏🏽#ChampionsCup | #PakistanCricket pic.twitter.com/UZaKrXvQns
— Grassroots Cricket (@grassrootscric) September 15, 2024
પાકિસ્તાનના ક્રિકેટરો ઘણીવાર કહી ચૂક્યા છે કે, વિરાટ કોહલી પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે કોહલીએ અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે એક પણ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ વનડે અને T20 ફોર્મેટમાં તેનું પાકિસ્તાન સામે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે પાકિસ્તાન સામે 16 વનડેમાં 52.15ની સરેરાશથી 678 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રહ્યો હતો.
આ સિવાય પાકિસ્તાન સામે કોહલીએ 11 T20 મેચોમાં 492 રન બનાવ્યા હતા. અને તેની સરેરાશ 70.29 રહી હતી. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 82 રહ્યો હતો. જે તેણે 2022ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે બનાવ્યા હતા.
આ પણ વાંચો: VIDEO : પાકિસ્તાનનો ખતરનાક બેટર, એક ઓવરમાં ફટકારી ‘પાંચ ફોર’ છતાં ન જીતી ટીમ
પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે વિરાટ કોહલી ભારત આવશે. પરંતુ હજુ બીસીસીઆઈએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. બોર્ડના સુત્રો અનુસાર લગભગ ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રીડ મોડલમાં રમાઈ શકે છે. એટલે કે ભારત બીજા કોઈ દેશમાં આ ટુર્નામેન્ટની મેચ રમી શકે છે. જો કે આઈસીસી દ્વારા આ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.