'બેઈમાની' થતાં ભારત હાર્યું, ઈતિહાસ રચતા ચૂકી ગઈ ફૂટબોલ ટીમ, કતાર સામેની મેચમાં બબાલ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
'બેઈમાની' થતાં ભારત હાર્યું, ઈતિહાસ રચતા ચૂકી ગઈ ફૂટબોલ ટીમ, કતાર સામેની મેચમાં બબાલ 1 - image

India vs Qatar Football match: દોહામાં ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં ભારતને કતાર સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ રેફરીંગના કારણે ભારતે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચવાની તક ગુમાવી. લલિયાન્ઝુઆલા ચાંગટેએ 121 વર્લ્ડ રેન્કિંગ ધરાવતી ભારતીય ટીમ 37મી મિનિટે કરેલા ગોલને કારણે આગળ ચાલી રહી હતી. રેફરીએ યૂસુફ અયમન દ્વારા કરાયેલા ગોલને સાચો ઠેરવ્યો હતો. પરંતુ લાગી રહ્યું હતું કે ફૂટબોલ લાઈનની બહાર ગયો હતો. 

શું હતો સમગ્ર વિવાદ?

આ સમગ્ર ઘટનાની શરૂઆત મેચ દરમિયાન 73મી મિનિટે થઇ હતી. ભારતીય ગોલકીપર ગુરપ્રીતે કતારના ખેલાડી યૂસુફ અયમનના હેડરને રોક્યો હતો અને ફુટબોલ ગોલપોસ્ટની લાઈનને ક્રોસ કરી ગયો. અલ હાશમી બોલને અંદરની તરફ લઈને આવ્યો, ત્યારે જ અયમે ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ મેચ રમવાનું બંધ કર્યું. રિપ્લેમાં પણ દેખાઈ રહ્યું છે કે ફુટબોલ લાઈન બહાર જતો રહ્યો છે. પરંતુ રેફરીએ ગોલ કતારની તરફેણમાં આપ્યો.

ભારતનું સપનું અધૂરું રહી ગયું... 

આ વિવાદને કારણે ભારત ટીમને અસર થઇ અને એશિયન ચેમ્પિયન કતાર અહમદ અલ રાવી દ્વારા કરાયેલા બીજા ગોલથી મેચ જીતી ગયું. એક અન્ય મેચમાં કતારે અફઘાનિસ્તાનને 1-0થી હરાવ્યું હતું. અને કતાર આગળના રાઉન્ડમાં પહોચી ગયું હતું. ભારતીય ટીમનું 1-2થી મેચ હારવાના કારણે ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાનું સપનું તૂટી ગયું હતું. જેનાથી ભારતીય ટીમ અને ચાહકો ખુબ હતાશ થઇ ગયા છે.


Google NewsGoogle News