ક્રિકેટ જગતમાં શોક: DLS પદ્ધતિના સહ-શોધક ફ્રેન્ક ડકવર્થનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Frank Duckworth - file pic


Frank Duckworth: ક્રિકેટ જગત માટે 21 જૂન ખૂબ જ દુઃખદ દિવસ હતો. જેમાં રમતના મુખ્ય નિયમો પૈકીના એકના સહ-નિર્માતા ફ્રેન્ક ડકવર્થનું અવસાન થયું હતું. ફ્રેન્ક ડકવર્થ જેણે ટોની લુઈસ સાથે મળીને ડકવર્થ-લુઈસ નિયમ બનાવ્યો હતો. 

આ પદ્ધતિનો પહેલવહેલો ઉપયોગ ઈ.સ. 1997માં થયો

વરસાદના વિઘ્ન તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે અસરગ્રસ્ત બનતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજેતા નક્કી કરવા કે ટાર્ગેટ નક્કી કરવા માટે જે ડકવર્થ-લુઈસ (DLS) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેના સહ શોધક એવા ફ્રેન્ક ડકવર્થ (Frank Duckworth)નું 84 વર્ષની વયે અવસાન થયું હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પદ્ધતિ ડકવર્થ- લુઈસ તરીકે ઓળખાઈ છે. ફ્રેન્ક ડકવર્થ અંગ્રેજ આંકડાશાસ્ત્રી હતા અને તેઓએ ટોની લુઈસ સાથે મળીને આ પદ્ધતિની શોધ કરી હતી. જેનો આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલવહેલો ઉપયોગ ઈ.સ. 1997માં થયો હતો. 

ICCએ 2001માં ડકવર્થ-લુઈસની પદ્ધતિને અપનાવી હતી

ICCએ ડકવર્થ-લુઈસની પદ્ધતિને 2001માં સત્તાવાર રીતે અપનાવી હતી. જ્યારે 2014માં ડકવર્થ-લુઈસની પદ્ધતિમાં કેટલાક સુધારા- વધારા ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટેર્ને કર્યા હતા. તે વધુ વ્યવહારું જણાતા હવે વરસાદના વિઘ્નવાળી મેચોમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેને સત્તાવાર રીતે ડકવર્થ-લુઈસ-સ્ટેર્ન પદ્ધતિ (Duckworth-Lewis-Stern method) તરીકે ઓળખવામાં આવે છે. ડકવર્થ અને લુઈસને 2010માં ઈંગ્લેન્ડમાં એમબીઈ સન્માન આપવામાં આવ્યું હતુ.

ક્રિકેટ જગતમાં શોક: DLS પદ્ધતિના સહ-શોધક ફ્રેન્ક ડકવર્થનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 2 - image


Google NewsGoogle News