VIDEO : તમામ 11 ખેલાડી સર્કલમાં... ક્રિકેટ મેદાનમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, ફેન્સ પણ ચોંક્યા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
VIDEO : તમામ 11 ખેલાડી સર્કલમાં... ક્રિકેટ મેદાનમાં જોવા મળ્યો અદ્ભુત નજારો, ફેન્સ પણ ચોંક્યા 1 - image

County Championship: હાલમાં ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી કાઉન્ટી ચેમ્પિયનશીપમાં સમરસેટ અને સરે વચ્ચેની મેચમાં સરેને 111 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સરેને જીતવા માટે 221 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. પરંતુ આખી ટીમ 109 રનમાં સમેટાઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડના ટોન્ટનમાં રમાયેલી આ મેચના છેલ્લા દિવસે (12 સપ્ટેમ્બર) એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. જ્યારે સરેનો ડેનિયલ વોરેલ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે વોરેલની બાજુમાં સમરસેટના 10 ફિલ્ડરો સર્કલમાં ઊભા રહી ગયા હતા. સામે જેક લીચ બોલિંગ કરી રહ્યો હતો. આ પ્રકારની ફિલ્ડ ગોઠવાઈ હોવાના કારણે વોરેલ પર માનસિક દબાણ વધી ગયું હતું. જેને લઈને વોરેલ જેક લીચના બોલ પર LBW આઉટ થઈ ગયો હતો, અને સમરસેટ મેચ જીતી ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતાં સરેએ તેની છેલ્લી સાત વિકેટ માત્ર 14 રનમાં ગુમાવી દીધી હતી. સરેની મળેલી જીત માટેનો હીરો સ્પિનર ​​આર્ચી વોન રહ્યો હતો.

આર્ચી વોને પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધા બાદ બીજી ઇનિંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી. આર્ચી પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન માઇકલ વોનનો પુત્ર છે. આર્ચીએ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. આ જીતથી સમરસેટને ઘણો ફાયદો થયો હતો. 

સમરસેટ હવે કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવિઝન વન ટેબલમાં ટોચ પર રહેલા સરે કરતાં માત્ર આઠ પોઇન્ટ પાછળ છે. હાલમાં સમરસેટ બીજું સ્થાન ધરાવે છે.


Google NewsGoogle News