Get The App

દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી મેચ, જાણો કોને મળી હતી જીત

Updated: Oct 22nd, 2024

GS TEAM


Google News
Google News
દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી મેચ, જાણો કોને મળી હતી જીત 1 - image

Cricket World Cup 1987, India's Match on day of Diwali : દિવાળીનો તહેવાર દરેક પસાર થતા દિવસ સાથે નજીક આવી રહ્યો છે. દિવાળી એ ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેથી સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ ટીમ આ ખાસ અવસર પર કોઈ મેચ રમતી નથી. પરંતુ સન 1987ના વર્લ્ડકપનું શેડ્યૂલ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જેને લઈને ભારતીય ટીમે દિવાળીના દિવસે પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.

સન 1987ના ક્રિકેટ વર્લ્ડ કપમાં 22 ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. તે વર્ષે ભારતમાં 22 ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવી રહી હતી. ગ્રૂપ Aની તે મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 289 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. સુનીલ ગાવસ્કર, નવજોત સિંહ સિદ્ધુ, દિલીપ વેંગસરકર અને મોહમ્મદ અઝહરુદ્દીને પણ ભારતીય ટીમ માટે અડધી સદી ફટકારી હતી. ભારતીય બેટરોએ ઓસ્ટ્રેલિયન બોલરોને ખરાબ રીતે ફટકાર્યા હતા.

ભારત આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહ્યું હતું. 290 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલા ઓસ્ટ્રેલિયન ટીમને શાનદાર શરૂઆત મળી હતી. કારણ કે જ્યોફ માર્શ અને ડેવિડ બૂને મળીને 88 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ ત્યારબાદ વિકેટો પડવાનું શરુ થઇ ગયું હતું. ડેવિડ બૂને 62 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ વો છેલ્લી ઓવરો સુધી ક્રિઝ પર રહ્યો હતો. પરંતુ તે પોતાની ટીમને 56 રનની હારથી બચાવી શક્યો નહીં.

ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પરંતુ આ બંને ટીમો નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશવામાં સફળ રહી હતી. પરંતુ સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 35 રનથી હારીને ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. જ્યાં ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિ ફાઇનલમાં પાકિસ્તાનને 18 રને હરાવ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવીને પહેલી વખત વર્લ્ડકપ વિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો.

દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી મેચ, જાણો કોને મળી હતી જીત 2 - image

Tags :