Get The App

VIDEO: 44 વર્ષની ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીએ કર્યો અદ્ભુત કેચ, વીડિયો થયો વાયરલ

જોબર્ગ સુપર કિંગ્સે એલિમિનેટરમાં પાર્લ રોયલ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
VIDEO: 44 વર્ષની ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીએ કર્યો અદ્ભુત કેચ, વીડિયો થયો વાયરલ 1 - image


Imran Tahir Diving Catch : ઇમરાન તાહિર ODI ક્રિકેટથી સન્યાસ લઇ ચૂક્યો છે. હવે તે T20 લીગમાં રમતો જોવા મળે છે. હાલ તે SA20માં રમી રહ્યો છે. તે જોબર્ગ સુપર કિંગ્સનો ભાગ છે. જોહાનિસબર્ગમાં ગઈકાલે રમાયેલી મેચમાં 44 વર્ષની ઉંમરમાં ઇમરાન તાહિરે શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. 44 વર્ષીય ઇમરાન તાહિર એક સમયે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ રમી ચૂક્યો છે. તે ધોનીનો જૂનો મિત્ર પણ છે.

ઇમરાન તાહિરે 44 વર્ષની ઉંમરે પકડ્યો અદ્ભુત કેચ

ઇમરાન તાહિરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. SA20 લીગમાં ઇમરાન તાહિરે એક એવો કેચ પકડ્યો જેને જોઇને બેટર સહિત ફિલ્ડિંગ ટીમના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તાહિર સ્ક્વેર લેગ પર 30 યાર્ડ સર્કલની અંદર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સેમ કુકે એક લેન્થ બોલ ફેંક્યો અને મિચેલ વાન બ્યૂરેને પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ હવામાં ઉછળી ગયો હતો. ઇમરાન તાહિરે દોડીને ડાઈવ મારી અને કેચ પકડી લીધો હતો.

જોબર્ગ સુપર કિંગ્સે 13.2 ઓવરમાં જીતી મેચ

મેચની વાત કરીએ તો પાર્લ રોયલ્સની ટીમ 18.5 ઓવરમાં 138 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મિલરે 47 રન બનાવ્યા હતા. આ સિવાય જેસન રોયે 24 રન અને ડેન વિલાસે 21 રન બનાવ્યા હતા. જોબર્ગ સુપર કિંગ્સ માટે સેમ કુકે 4 વિકેટ, નંદ્રે બર્ગરે 3 વિકેટ, ઇમરાન તાહિરે 2 અને મોઈન અલીએ 1 વિકેટ લીધી હતી. જોબર્ગ સુપર કિંગ્સે 13.2 ઓવરમાં 139 રન બનાવી મેચ જીતી લીધી હતી. જોબર્ગ સુપર કિંગ્સ તરફથી લુઈસ ડુ પ્લોયે 68 રન બનાવ્યા હતા. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે અણનમ 55 રન બનાવ્યા હતા. જોબર્ગ સુપર કિંગ્સે એલિમિનેટરમાં પાર્લ રોયલ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું.

VIDEO: 44 વર્ષની ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીએ કર્યો અદ્ભુત કેચ, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News