VIDEO: પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ અખ્તર જેવી
Image Social Media |
Pakistani Cricketer Imran Muhammad : ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને ફાસ્ટ બોલિંગનો શોખ હશે, તો તમે પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરની બોલિંગ એક્શનની નકલ કરી જ હશે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ફેમસ શોએબ અખ્તરની એક વિશેષ એક્શન છે. તેની નકલ કરવી દરેક માટે મુશ્કેલ છે. જો કે, પાકિસ્તાનમાં જ જન્મેલા અન્ય એક ઝડપી બોલર જોવા મળ્યો છે. જેણે લગભગ શોએબ અખ્તરની એક્શનમાં લાંબા રનઅપ અને બોલિંગ કરી બતાવી છે.
વાસ્તવમાં 2011માં ઘૂંટણની ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરનારા શોએબ અખ્તરના ચાહકોના મગજમાં તેની બોલિંગ એક્શનની યાદ તાજી કરી છે. તો, જ્યારે ફેન્સએ ઈમરાન મુહમ્મદને ઓમાન D10 લીગમાં બોલિંગ કરતા જોયો, ત્યારે બધાને શોએબ અખ્તર યાદ તાજી થઈ ગઈ હતી. આ ઓમાન લીગમાં IAS ઈન્વિન્સીબલ્સ અને યલ્લાહ શબાબ જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈમરાન મુહમ્મદે જ્યારે બોલિંગ કરી, તો તેની રનઅપ અને એક્શન જોઈને દરેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. ઈમરાન મુહમ્મદ પણ પાકિસ્તાનનો છે, અને ફેન્સ તેની સરખામણી શોએબ અખ્તર સાથે કરવા લાગ્યા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના 30 વર્ષીય ક્રિકેટર ઈમરાન મુહમ્મદે પોતાના સપના પૂરા કરવા માટે 18 વર્ષની ઉંમરે પોતાનું ગામ છોડી દીધું હતું. હવે ઓમાનના મસ્કતમાં રહેતાં ઈમરાન મુહમ્મદ ક્રિકેટમાં પોતાના શોખની સાથે સાથે સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પણ કરે છે. ઈમરાનને ઓમાનના નેશનલ કેમ્પ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ઈમરાન મુહમ્મદ પેસ બોલિંગ નાખવાની સાથે લાઈન લેંથમાં પણ બોલિંગ કરવામાં સક્ષમ છે. તે મહાન ક્રિકેટર પણ બની શકે છે.