ગૂગલ સર્ચિંગમાં મહિલાઓને પંચ મારનાર ટ્રાન્સજેન્ડર બોક્સર ટોપ પર, પંડ્યા તો કોહલીને વટાવી ગયો
Google's list of most searched athletes for 2024 : હાલ વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. અને થોડા જ દિવસોમાં 2024નું વર્ષ ભૂતકાળ બની જશે. ત્યારે હવે ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફ ટોચ પર છે. મતલબ કે આ વર્ષે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.
ઈમાન ખલીફ ટોચના સ્થાને
ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક 2024માં બોક્સિંગની મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ખલીફ મહિલા નહીં પરંતુ પુરુષ છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈમાન ખલીફાના શરીરના ઘણાં ભાગો પુરુષોના છે. ઈમાનમાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો છે, જે પુરુષોમાં જોવા મળે છે.
આ પણ વાંચો : તેંડુલકર નહીં આ ભારતીય દિગ્ગજ સામે બોલિંગ કરતાં ફફડી જતો હતો કાંગારૂઓનો સૌથી ઝડપી બોલર
હાર્દિકે કોહલી અને રોહિત શર્માને પાછળ છોડ્યા
ગૂગલ પર સર્ચ કરવાની આ યાદીમાં ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ટોપ-10 છે. હાર્દિક યાદીમાં સાતમાં સ્થાને છે. આ મામલે તેણે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર વિરાટ કોહલી અને ભૂતપૂર્વ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ દીધા છે. માઈક ટાયસન બીજા સ્થાને અને સ્પેનિશ ફૂટબોલર લામિન યામલ ત્રીજા સ્થાને છે. યામલે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધા છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની IPL ટીમ પંજાબ કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહ આ યાદીમાં 9મું સ્થાન ધરાવે છે. તેણે ભારતીય ટીમ માટે હજુ ડેબ્યૂ પણ કર્યું નથી.