Get The App

હું એટલું પાક્કું કહીશ કે વાત પૈસાની નથી: રિષભ પંતે દિલ્હીમાં રિટેન ન થવા મુદ્દે તોડ્યું મૌન

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
હું એટલું પાક્કું કહીશ કે વાત પૈસાની નથી: રિષભ પંતે દિલ્હીમાં રિટેન ન થવા મુદ્દે તોડ્યું મૌન 1 - image


Image: Facebook

Rishabh Pant: દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025ની હરાજી પહેલા ઋષભ પંતને રિટેન કર્યો નહોતો. પંત ટીમનો કેપ્ટન હતો અને તેને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે ગણવામાં આવે છે. તે બાદ પણ ફ્રેંચાઈઝીએ તેને પોતાની સાથે રાખ્યો નથી. હવે પંત આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં સામેલ થશે. તે પહેલા સતત અટકળો લગાવાઈ રહી છે કે ઋષભ પંત દિલ્હી કેપિટલ્સથી કેમ અલગ થયો? 

પંત-દિલ્હીની વચ્ચે રૂપિયા બાબતે હોઈ શકે છે વાત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનો વિચાર છે કે રૂપિયાની બાબતે દિલ્હી અને પંતના રસ્તા અલગ થયા થશે. ક્યારેક-ક્યારેક જ્યારે ખેલાડીને રિટેન કરવામાં આવે છે તો ફ્રેંચાઈઝી અને ખેલાડીની વચ્ચે ફી વિશે વાત થાય છે. જેમ કે તમે જોયું અમુક ખેલાડી જેને રિટેન કરવામાં આવ્યા છે, તેને નંબર-1 રિટેન્શન ફી થી વધુ રૂપિયા મળ્યા. તેથી મને લાગે છે કે કદાચ ત્યાં (પંત અને દિલ્હીની વચ્ચે) અમુક સંમતિ હતી, પરંતુ મને લાગે છે કે દિલ્હી નિશ્ચિત રીતે ઋષભ પંતને પાછો ઈચ્છશે કેમ કે તેને એક કેપ્ટનની પણ જરૂર છે. 

આ પણ વાંચો: કોહલી રન માટે ભૂખ્યો હશે...: ટેસ્ટ સીરિઝ પહેલા ગાવસ્કરની ઑસ્ટ્રેલિયાને ચેતવણી

વીડિયો પર આવી ઋષભ પંતની કમેન્ટ

સુનીલ ગાવસ્કરના વીડિયો પર પોતે ઋષભ પંતે કમેન્ટ કરી છે. અત્યાર સુધી પંતે રિટેન્શન અને ઓક્શન વિશે વાત કરી નથી પરંતુ આ વખતે તેણે મૌન તોડ્યુ. પંતે એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોની કમેન્ટમાં લખ્યું, 'હું એટલું પાક્કું કહીશ કે વાત પૈસાની નથી'

શરૂઆતથી જ દિલ્હીનો ભાગ રહ્યો છે પંત

ઋષભ પંત 2016થી આઈપીએલમાં રમી રહ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે તેણે ડેબ્યૂ કર્યું હતું. તે બાદથી દરેક ઓક્શનમાં પંતને રિટેન કરવામાં આવ્યો. 2021 સિઝનમાં ફ્રેંચાઈઝીએ પંતને પોતાનો કેપ્ટન બનાવ્યો. કાર એક્સિડન્ટના કારણે એક સિઝન મિસ કર્યા બાદ પણ ફ્રેંચાઈઝીએ તેને પોતાની સાથે રાખ્યો હતો. 


Google NewsGoogle News