જો ફાઈનલની ટિકિટ ન મળી હોય તો ઘરે બેઠા ફ્રીમાં આ રીતે જોઈ શકશો મેચ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
જો ફાઈનલની ટિકિટ ન મળી હોય તો ઘરે બેઠા ફ્રીમાં આ રીતે જોઈ શકશો મેચ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 નવેમ્બર 2023 શનિવાર

ભારત જ નહીં પરંતુ આખી દુનિયાની નજર આવતીકાલ એટલે કે 19 નવેમ્બર 2023એ ભારતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હશે. સૌ જાણે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે થશે. દરમિયાન અમદાવાદ સંપૂર્ણપણે પેક છે અને અહીં હોટલથી લઈને લોકોએ પોતાના સગા-વ્હાલાના ઘરમાં રહેવાનો પ્લાન બનાવી દીધો છે. બીજી તરફ દરેકને ફાઈનલની ટિકિટ ન પણ મળી હોય જેના કારણે ઘણા ક્રિકેટ પ્રેમીઓના ચેહરા પર ઉદાસી જરૂર છે કે તેઓ સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મેચ જોઈ શકશે નહીં પરંતુ તમારે ઉદાસ કે ચિંતિત થવાનું નથી કેમ કે તમે ઘરે પોતાના પરિવાર, મિત્રો વગેરે સાથે ફ્રી માં મેચ જોઈ શકો છો. 

ટેલિવિઝન પર ફ્રી માં

સૌથી પહેલા તો તમે એ જાણી લો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચને તમે ટેલિવિઝન પર ફ્રી માં જોઈ શકો છો. તમારે આની માટે અલગથી કોઈ ક્રિકેટ ચેનલનું રિચાર્જ કરાવવાની જરૂર નથી.

સરકારની ગાઈડલાઈન અનુસાર ભારતીય ક્રિકેટ ટીમની કોઈ પણ મેચને ડીડીની ચેનલ પર જોવી જરૂરી છે. આ નિયમ હેઠળ તમે આવતીકાલે રવિવારે ડીડી ચેનલ પર ફ્રી માં ફાઈનલ ક્રિકેટ મેચ જોઈ શકો છો.

ફ્રી ડિશ હેઠળ ડીડીની તમામ ચેનલ તમારા ટેલીવિઝન પર મફતમાં આવે છે, જે માટે તમારે કોઈ રિચાર્જ કરાવવુ પડતુ નથી. તેથી જો તમારે કોઈ કારણસર ફાઈનલની ટિકિટ ન મળે તો તમે ઘરે જ મેચનો આનંદ ઉઠાવી શકો છો.

એપ પર પણ મફતમાં

જો તમે એકલા રહો છો કે પીજી વગેરેમાં રહો છો અને તમારી પાસે ટેલીવિઝન નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે પોતાના સ્માર્ટફોન પર હોટસ્ટાર એપ પર મફતમાં મેચ જોઈ શકો છો. આ માટે તમારે એક પણ રૂપિયા આપવાના નથી અને ના કોઈ રિચાર્જ કરાવવુ પડે છે. ક્રિકેટ વર્લ્ડ કપની તમામ મેચ આ એપ પર મફત છે.



Google NewsGoogle News