વિરાટ કોહલીની બાયોપિક બને તો કોણ બને હીરો? જાણીતા ક્રિકેટરે આપ્યું આ સુપરસ્ટારનું નામ
Image: Facebook
Dinesh Karthik: બોલિવૂડમાં સ્પોર્ટ્સ સ્ટાર્સ પર બેઝ્ડ બાયોપિક બનવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. એમ એસ ધોની, મેરી કોમ, મિલ્ખા સિંહ પર પહેલા જ બાયોપિક બની ચૂકી છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પર કોઈ બાયોપિક બને છે તો કયો એક્ટર પોતાના રોલ માટે પરફેક્ટ હશે? આ મુશ્કેલ સવાલનો જવાબ ઈન્ડિયન ક્રિકેટર દિનેશ કાર્તિકે આપી દીધો છે.
દિનેશ કાર્તિકે તાજેતરમાં જ પોતાના અમુક ટીમ મેટ્સની બાયોપિક બનવા પર મત રજૂ કર્યો. દિનેશ કાર્તિકે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે રણબીર કપૂરમાં વિરાટની પ્લેઈંગ સ્ટાઈલને કેપ્ચર કરવાની ક્ષમતા છે.
શિખર ધવનની બાયોપિક માટે દિનેશ કાર્તિકને અક્ષય કુમાર બેસ્ટ લાગે છે. તેમણે કહ્યું કે અક્ષય શિખરના રોલમાં ખૂબ ફન એડ કરી શકે છે. હાર્દિક પંડ્યાની બાયોપિક માટે દિનેશ કાર્તિકે રણવીર સિંહને પસંદ કર્યો. જસપ્રીત બુમરાહના રોલમાં કાર્તિક, રાજકુમાર રાવને પરફેક્ટ માને છે. રોહિત શર્માની બાયોપિકમાં દિનેશને સાઉથ સ્ટાર વિજય સેતુપતિ બેસ્ટ લાગે છે, કેમ કે તે તેની જેમ ફની અને સીરિયસ બંને રોલ સારી રીતે પ્લે કરી શકે છે.
રણબીર કપૂર અત્યારે 'એનિમલ'ની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. રણબીરની પાસે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર' પણ છે. આ ફિલ્મ ક્રિસમસ 2025માં રિલીઝ થશે.