જો આજે અમદાવાદમાં આવું બન્યું તો રમ્યા વગર કોહલીની ટીમ IPLમાંથી થઈ જશે બહાર
Image: Facebook
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ઈતિહાસ રચીને આ વખતના પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. સતત છ મેચ હાર્યા બાદ મેચમાં જીત નોંધાવીને IPLમાં આગળ વધનારી RCB પહેલી ટીમ બની ગઈ છે. વિરાટ કોહલીનું પહેલી વખત ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે પરંતુ IPLના નિયમ તેમાં અવરોધ ઊભો કરી શકે છે.
અત્યારે IPLમાં જે એક ટીમની સૌથી વધુ વાત કરવામાં આવી રહી છે તે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. ટીમે જે રીતે સતત 6 મેચ ગુમાવ્યા બાદ વાપસી કરી છે તે અત્યાર સુધી ટુર્નામેન્ટના ઈતિહાસમાં થયું નથી. ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ લીગ મેચમાં માત આપીને આ ટીમે પ્લેઓફની ટિકિટ પાક્કી કરી. શ્રેષ્ઠ નેટ રન રેટના આધારે ચેન્નઈને પછાડતા આરસીબી આગળ વધવામાં સફળ થઈ.
શું RCB રમ્યા વગર જ IPLમાંથી બહાર થઈ જશે?
આ સીઝનમાં અત્યાર સુધી લીગ મેચમાં વરસાદના કારણે ઘણી મેચ રદ થઈ ચૂકી છે. ગુજરાત ટાઈટન્સની ટીમને આનાથી સૌથી વધુ નુકસાન થયું. તેના પ્લેઓફની આશા વરસાદે ખતમ કરી દીધી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન અને બેંગ્લોરની વચ્ચે મેચ રમાવાની છે. આ મેચમાં જો વરસાદ આવ્યો તો પછી RCBની ટીમ એલિમિનેટર રમ્યા વગર જ બહાર થઈ શકે છે.
IPLનો નિયમ શું છે
IPL ગવર્નિંગ કાઉન્સિલે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ માટે રિઝર્વ ડે રાખ્યો નથી. દરમિયાન જો મેચને વરસાદે ખરાબ કરી તો તેનું નુકસાન આરસીબીને થશે. મેચમાં વરસાદ પડ્યો તો મેચ ઓફિશિયલ 5-5 ઓવરની મેચ જરૂર કરાવવાનો પ્રયત્ન કરશે. જો આવું શક્ય ન થયું તો સુપર ઓવરથી નિર્ણય કરી શકાય છે. મેચમાં જો 1 પણ બોલ નાખી ન શકાયો તો પોઈન્ટ ટેબલમાં જે ટીમ શ્રેષ્ઠ સ્થિતિમાં હશે તે આગળ વધી જશે.