Get The App

"ટી 20 વર્લ્ડકપ: બંને સેમીફાઇનલ મેચ પર 'સંકટના વાદળ', જાણો વરસાદ પડ્યો તો કઈ ટીમ જશે ફાઇનલમાં"

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Semi Final Match Between india and england


T20 World Cup 2024, Rainfall Effect In Semi Final: T20 વર્લ્ડકપ 2024ની સેન્ટ વિન્સેન્ટ ખાતે રમાયેલી ગ્રૂપ-8 સ્ટેજની રોમાંચિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું હતું. તે સાથે જઅફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પહોચી ગયું છે. હવે તેની ટક્કર સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. જ્યારે ગ્રુપ-1માં ટોપ પર રહેલી ભારતીય ટીમ બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

પહેલીથી જ નક્કી હતું ભારત સેમીફાઈનલ ગુયાનામાં રમશે

સેમીફાઈનલની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તરુબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં બુધવાર (26 જૂન) ના રોજ સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે યોજાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 27 જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે યોજાશે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ નક્કી હતું કે ટોપ 4માં પહોંચ્યા બાદ ભારતીય ટીમ ગુયાનામાં બીજી સેમીફાઈનલ રમશે. તેનું કારણ મેચનો સમય છે. તે મેચ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

બંને સેમીફાઈનલ માટે સ્થિતિઓ અલગ-અલગ 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલમાં કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. કારણ કે તે મેચ અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. જોકે બંને સેમીફાઈનલ માટે કુલ 250 મિનિટનો વધારાનો સમય છે. પ્રથમ સેમીફાઈનલના દિવસે મેચ પૂરી કરવા માટે વધારાની 60 મિનિટ રખાઈ છે. અને રિઝર્વ ડે માટે 190 મિનિટ હશે. બીજા સેમીફાઈનલમાં નિર્ધારિત દિવસે પૂરી 250 મિનિટ ઉપલબ્ધ રહેશે. કારણ કે ત્યારે રીઝર્વ ડે રખાયો નથી.  

જો સેમીફાઈનલનો મેચ બગડ્યો તો કોણ ફાઈનલમાં પહોચશે?

સેમીફાઈનલ અને ફાઇનલનું પરિણામ મેળવવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવર રમવું પડશે. સામાન્ય રીતે T20 મેચમાં બંને ઇનિંગમાં પાંચ ઓવરની મેચ થાય તો પરિણામ આવી જાય છે. આ સ્થિતિમાં પ્લેઇંગ કંડીશન મહત્વપૂર્ણ હોઈ શકે છે કારણ કે બંને સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વરસાદના કારણે મેચ રદ થઈ તો સુપર-8 (ભારત અને દક્ષિણ આફ્રિકા)માં જે ટીમ ટોચ પર હશે તે આગળ જશે. જો ખરાબ હવામાનને કારણે ફાઇનલ મેચ પણ રદ થાય તો બંને ટીમ (ફાઇનલિસ્ટ)ને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે, ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.


Google NewsGoogle News