ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો? જાણો શું છે ICCનો 544 કરોડનો 'પ્લાન B

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ICC champions trophy


ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત પાકિસ્તાન રમવા નહીં જાય તો તેની થનારી અસર દૂર કરવા આઈસીસી પોતાનો પ્લાન બી તૈયાર કરી રહી છે. આ પ્લાન બી રૂ. 544 કરોડ સાથે જોડાયેલો છે. શું છે આઈસીસીનો આ પ્લાન બી અને કેવી રીતે ઉપયોગ થશે, આવો જાણીએ...

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની શું તૈયારી છે? તેના વિશે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભારતે જો પાકિસ્તાન જઈ ચેમ્પિયન્સ ટ્રોફી રમવાનો ઈનકાર કર્યો તો PCB શું કરશે? આ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ આ મામલે આઈસીસીએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટીમ ઈન્ડિયા જો ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન ન ગઈ તો તે સ્થિતિનો સામનો કરવા માટે આઈસીસીનો રૂ. 544 કરોડનો પ્લાન બી તૈયાર છે.

આઈસીસીનો રૂ. 544 કરોડનો પ્લાન બી

જો તમે વિચારી રહ્યા હોય કે, આઈસીસીનો આ પ્લાન બી છે શું? આઈસીસીએ કોલંબોમાં હાલમાં જ પૂર્ણ થયેલી વાર્ષિક બેઠકમાં પ્લાન બીની વાત કરી હતી. તેણે બોર્ડના સભ્ય સમક્ષ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને 65 મિલિયન ડોલર અર્થાત રૂ. 544 કરોડથી વધુનું ફંડ આપ્યું છે.

આ પણ વાંચોઃ પેરિસ ઓલિમ્પિક: હોકીમાં બ્રિટનને હરાવી ભારતની સેમિ ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, શૂટઆઉટ 'હીરો' શ્રીજેશ

PCBને મળેલી આ રકમમાં સામેલ ખર્ચાઓ

કોલંબોમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં આઈસીસીએ પાકિસ્તાનને 65 મિલિયન ડોલર (રૂ. 544 કરોડ)થી વધુ રકમ ફાળવી છે. પાકિસ્તાનને આ રકમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન માટે આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, PCBને આયોજન માટે મળેલી રકમમાં ટીમ ઈન્ડિયાની ગેરહાજરીથી થનારૂ નુકસાન પણ સામેલ છે. PCBને મળેલા ફંડની મદદથી પાકિસ્તાન તેની સીમાથી બહાર અલગ સ્થળ પર મેચનું આયોજન કરી શકે છે.

આગામી વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનની મેજબાનીમાં છે. તેના માટે પાકિસ્તાનમાં સ્ટેડિયમ્સનું રિનોવેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ડ્રાફ્ટ શેડ્યુલ અનુસાર, ભારતની મેચોનું આયોજન લાહોરમાં થવાનું છે. જેમાં ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને ન્યૂઝીલેન્ડ સાથેની ટૂર્નામેન્ટમાં ગ્રુપ એમાં રમશે. ડ્રાફ્ટ શેડ્યુલ અનુસાર, ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમશે, બાદમાં ત્રીજી મેચ પાકિસ્તાન વિરૂદ્ધ 1 માર્ચે યોજાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો? જાણો શું છે ICCનો 544 કરોડનો 'પ્લાન B 2 - image


Google NewsGoogle News