રોહિત શર્મા બહાર થયો તો આ સ્ટાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી, આકાશદીપની જગ્યાએ કૃષ્ણા રમી શકે
Image: Facebook
IND vs AUS Sydney Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ સિડનીના મેદાનમાં રમાવાની છે. જે પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પર મોટી અપડેટ આપતાં જણાવ્યું કે બેકમાં સમસ્યાના કારણે આકાશદીપ સિડની ટેસ્ટ મેચથી બહાર રહેવાનો છે જ્યારે રોહિત શર્માના રમવા પર કન્ફર્મ કર્યું નહોતું તો કેપ્ટનના બહાર થવા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. દરમિયાન સિડની ટેસ્ટ મેચથી જો રોહિત શર્મા બહાર થાય છે તો ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં શું બે મોટા ફેરફાર થઈ શકે છે.
રોહિત શર્માનું સ્થાન કોણ લેશે?
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બેટિંગમાં ખૂબ ખરાબ સમયથી પસાર થઈ રહ્યો છે. ગત 15 ટેસ્ટ ઈનિંગમાં રોહિત માત્ર એક જ વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવી શક્યો છે. ઓસ્ટ્રેલિયન ધરતી પર અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં સૌથી મોટા 10 રનની જ ઈનિંગ તેના બેટથી આવી છે. આ રીતે રોહિતના નબળા ફોર્મને જોતાં તેને સિડની ટેસ્ટથી બહાર કરી શકાય છે. જ્યારે તેના સ્થાને મેલબોર્ન ટેસ્ટથી બહાર રહેનાર શુભમન ગિલ ફરીથી રમતો નજર આવી શકે છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં અંદરોઅંદર ડખા, રોહિત શર્માને બહાર કરાશે?, જાણો ગંભીરે શું જવાબ આપ્યો
આકાશદીપનું સ્થાન કોણ લેશે?
ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર આકાશદીપ હજુ સુધી માત્ર બે ટેસ્ટ મેચ જ રમી શક્યો છે. જેમાં તેના નામે પાંચ વિકેટ નોંધાયેલી છે જ્યારે આકાશદીપ હવે બેકની સમસ્યાના કારણે બહાર થઈ ગયો છે. તેમના સ્થાને ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર અત્યાર સુધી બેંચમાં બેસી રહેનાર પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. લાંબા કદના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સિડની ટેસ્ટ મેચમાં પોતાને સાબિત કરી શકે છે જ્યારે હર્ષિત રાણા પહેલા જ બે ટેસ્ટ રમી ચૂક્યો છે.
સિડની ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, નિતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.