Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી: K L રાહુલ અને પંત સાથે રમશે તો ટીમમાંથી આ સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાશે!

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી: K L રાહુલ અને પંત સાથે રમશે તો ટીમમાંથી આ સ્ટાર ક્રિકેટરનું પત્તું કપાશે! 1 - image


Image: Facebook

ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાને જે સૌથી મોટી મુશ્કેલી આવવાની છે, તે એ છે કે પ્લેઈંગ ઈલેવન માટે ઋષભ પંત અને કેએલ રાહુલમાંથી કોઈ એકને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલ અને ઋષભ પંતમાંથી કોઈ એક જ વિકેટકીપર બેટ્સમેન રમી શકશે, કેમ કે ટોપ ઓર્ડરમાં પહેલેથી જ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનું સ્થાન નક્કી છે.

રાહુલ-પંતને સાથે રમાડી શકે છે ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંત કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવશે. જોકે ટીમ ઈન્ડિયાની પાસે એક રીત છે, જેનાથી કેએલ રાહુલ અને ઋષભ પંત બંને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે. કોઈ મુશ્કેલી વિના ઋષભ પંત વિકેટકીપરનો રોલ પર નિભાવી લેશે અને કેએલ રાહુલ પણ આરામથી પોતાના ફિનિશરની ભૂમિકાનો આનંદ ઉઠાવશે, પરંતુ તેના માટે ટીમ ઈન્ડિયાને પ્લેઈંગ ઈલેવનમાં એક સ્ટાર ક્રિકેટરની કુરબાની આપવી પડશે. 

ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નક્કી પ્લાન અનુસાર ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટિંગ માટે ઉતરશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં બાકીના ખેલાડી કયા હશે. આ રીતે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો નંબર 5 પર અને કેએલ રાહુલનો નંબર 6 પર ઉતરવાનું યોગ્ય રહેશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત: વિજેતાને મળશે કરોડો રૂપિયા, સેમિફાઇનલ રમનારી ટીમો પણ થશે માલામાલ

આ સ્ટાર ક્રિકેટરની આપવી પડશે કુરબાની

ટીમ ઈન્ડિયા આ બાદ નંબર 7 પર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નંબર 8 પર સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રાખી શકે છે. આ સિવાય પ્લેઈંગ ઈલેવનમાં લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ તક આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનથી બહાર કરવાનો મોટો નિર્ણય લેવો પડશે. ઝડપી બોલર્સમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીની સાથે અર્શદીપ સિંહને ઉતારી શકે છે. હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયા માટે ત્રીજા ઝડપી બોલરની ભૂમિકા નિભાવવી પડશે. 

આ ફોર્મ્યૂલા શ્રેષ્ઠ સાબિત થશે

આ રીતે પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંત અને કેએલ રાહુલ બંને ઘાતક બેટ્સમેનો માટે સ્થાન બની ગયું. ઋષભ પંત નંબર 5 પર બેટિંગથી ધૂમ મચાવી શકે છે. કેએલ રાહુલ નંબર 6 પર બેટિંગ કરતાં નાજુક તક પર ટીમ ઈન્ડિયા માટે મેચ ફિનિશ કરી શકે છે. આ ફોર્મ્યૂલા હિટ સાબિત થઈ ગઈ તો ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવાથી કોઈ રોકી શકશે નહીં. 


Google NewsGoogle News