ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ પણ હારે તો ટીમ ઈન્ડિયાનું થશે મોટું નુકસાન! WTCમાં લાગશે ઝટકો
WTC 2025, Final Match : હાલમાં ભારતીય ટીમ પૂણેમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમી રહી છે. ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં પાછળ ચાલી રહી છે. અગાઉ પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં જો ભારતીય ટીમ બીજી મેચ પણ હારી જાય છે તો ભારતને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા એક મોટો આંચકો લાગી શકે છે. જો ભારત સીરિઝ હારી જશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ બદલી જશે.
ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ
હાલમાં ભારતીય ટીમને બીજી ટેસ્ટ જીતવા માટે 231 રનની જરૂર છે. આ સ્થિતિમાં જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ હારી જાય છે તો તેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની જશે. ભારતીય ટીમને WTC ફાઇનલમાં પહોંચવા માટે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચ જીતવી પડશે. જો કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 3 મેચ જીતવી ભારત માટે મુશ્કેલ કામ છે. પરંતુ જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરિઝ હારી જશે તો તેની યાત્રા WTC ફાઈનલ પહેલા સમાપ્ત થઈ જશે.
હજુ સુધી ટીમ WTC ટાઇટલ જીતી શકી નથી
આ પહેલા ભારતીય ટીમ બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. જો કે એક પણ વખત ટાઇટલ જીતી શકી નથી. વર્ષ 2021માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી ફાઇનલમાં પણ ટીમ ઓસ્ટ્રેલિયા હારી ગઈ હતી. આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો : IND vs NZ : ગુજ્જુ બોલર સામે કિવી ઘૂંટણીએ, ભારત પાસે 2008ના ઇતિહાસના પુનરાવર્તનની તક
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રિષભ પંત(વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ ખેલાડી : મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.