Get The App

ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ જીતશે તો રચાશે નવો ઈતિહાસ, 1985માં ગુમાવી હતી મોટી તક

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ જીતશે તો રચાશે નવો ઈતિહાસ, 1985માં ગુમાવી હતી મોટી તક 1 - image

IND Vs AUS, Melbourne Test : ઓસ્ટ્રેલીયામાં હાલ રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ મેચની સીરિઝ માંથી ત્રણ મેચ રમાઈ ગઈ છે. ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે આગામી ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 26 ડિસેમ્બરથી રમાશે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતી લેશે તો એક ખાસ અને નવો રેકોર્ડ પોતાના નામે કરશે. જે ભારતીય ટીમ સન 1985માં બનાવવાથી ચૂકી ગઈ હતી.

ભારતનો મેલબોર્ન ખાતે રેકોર્ડ

અત્યાર સુધીમાં ભારતનો મેલબોર્ન ગ્રાઉન્ડ ખાતેનો રેકોર્ડ મિશ્ર રહ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 14 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8, ભારતે 4 મેચમાં જીત મેળવી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. પરંતુ ભારતીય ટીમ આ મેદાન પર અત્યાર સુધીમાં જીતની હેટ્રિક લગાવી શકી નથી. જો કે હાલના વર્ષોમાં ભારતીય ટીમનું મેલબોર્નમાં પ્રદર્શન સારું રહ્યું હતું. જેને લઈને ક્રિકેટ ચાહકો અને ટીમમાં આત્મવિશ્વાસ વધી ગયો છે.                

સતત 2 ટેસ્ટ ભારતે જીતી  

અગાઉ ભારત મેલબોર્નમાં વર્ષ 2018માં ટેસ્ટ મેચ 137 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ભારતે વર્ષ 2020માં પણ અહીં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. જે ભારતની મેલબોર્ન ખાતે સતત બીજી જીત હતી. હવે ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ 2024 જીતીને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટમાં હેટ્રિક જીત મેળવવાનો રેકોર્ડ બનાવવા માંગશે.    

આ પણ વાંચો : ટ્રેવિસ હેડે બુમરાહને રેગ્યુલર બોલરની જેમ જ ટ્રીટ કર્યો...', ટીમ ઈન્ડિયાના વિવાદિત પૂર્વ કોચનું નિવેદન

સન 1985માં ભારતે તક ગુમાવી હતી 

ભારતીય ટીમે સન 1985માં જ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર હેટ્રિક ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવી લીધો હોત. કારણ કે આ પહેલા ભારત મેલબોર્નમાં રમાયેલી સતત બે ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. ભારત મેલબોર્નમાં ટેસ્ટ સન 1978માં 222 રનથી જીત્યું હતું. આ પછી સન 1981માં મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનથી હરાવ્યું હતું. પરંતુ મેલબોર્ન ટેસ્ટ સન 1985 ડ્રો રહી હતી. જેના કારણે ભારત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં હેટ્રિક ટેસ્ટ જીતવાનો રેકોર્ડ બનાવી શક્યું ન હતું.ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ જીતશે તો રચાશે નવો ઈતિહાસ, 1985માં ગુમાવી હતી મોટી તક 2 - image



Google NewsGoogle News