ગંભીર જૂની થિયરીને ફોલો કરશે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્ટાર ફિનિશરનું પત્તું કપાશે!
IND Vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચની T20I સીરિઝની પહેલી મેચ આજે (22 જાન્યુઆરી) યોજાશે. ઇંગ્લેન્ડે પ્લેયિંગ 11 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. પરનું હજુ સુધી ભારતીય ટીમે પોતાના સંપૂર્ણ પત્તાં ખોલ્યા નથી. દર વખતની જેમ ભારતીય ટીમ ટોસના સમયે પોતાની ટીમની જાહેરાત કરશે. જો ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જૂની થિયરીને અનુસરશે તો ભારતની પ્લેયિંગ 11માંથી રીંકુ સિંહનું પત્તું કપાઈ શકે છે. કારણ કે ગૌતમ ગંભીર ટીમમાં વધુ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવા માંગે છે.
સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી T20I મેચ રમવા ઉતરશે. દરેકની નજર મોહમ્મદ શમી પર ટકેલી હશે, જે બે વર્ષ પછી T20Iમાં વાપસી કરવા જઈ રહ્યો છે. જેની સાથે અર્શદીપ સિંહ પણ બોલિંગ કરતો જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. આ સિવાય એક સ્પીનર અને બે સ્પીનર અને ઓલરાઉન્ડર પણ ટીમમાં હશે.
રીંકુ સિંહનું પત્તું કપાઈ શકે
જો આપને ભારતીય ટીમની પ્લેયિંગ ઈલેવનની વાત કરીએ તો ઓપનર તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. જયારે ત્રીજા નંબર પર તિલક વર્મા અને ચોથા સ્થાને કેપ્ટન સૂર્યાકુમાર યાદવ હશે. પાંચમાં સ્થાન પર ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સ્થાન પાકું છે. જો કે, 6 નંબર પર રીંકુ સિંહ રમશે કે નહી તે જહું સુધી નક્કી થયું નથી. જો કોચ ગંભીર અહિયાં પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની જેમ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવા માંગે છે તો રીંકુ સિંહની જગ્યાએ નીતિશ રેડ્ડીનો ટીમમાં સમાવેશ કરી શકાય છે. આ સ્થિતિમાં રીંકુ સિંહને ટીમમાંથી બહાર બેસવું પડી શકે છે. કારણ કે, 7 નંબર પર અક્ષર પટેલનું સ્થાન નિશ્ચિત છે.
આ પણ વાંચો : કોલકાતા T20 માટે ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ 11 જાહેર, ફિલ સૉલ્ટ અને બેન ડકેટ કરશે ઓપનિંગ
વોશિંગ્ટન અને વરુણનું ટીમમાં સ્થાન લગભગ નક્કી
ત્યારબાદ 8 નંબર પર વોશિંગ્ટન સુંદર રમશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય યુવા સ્પીનર વરુણ ચક્રવર્તી પણ ટીમમાં જોવા મળશે. આ સ્થિતિમાં ભારત બે પેસરની સાથે મેદાનમાં ઉતરી શકે છે પરંતુ કોલકાતાની પરીસ્થિતિને જોતા આ દાવ ભારત માટે નુક્શાનકારક સાબિત થઇ શકે છે. આ પછી પણ ભારત પાસે બે યોગ્ય પેસ બોલર અને બે પેસ ઓલરાઉન્ડર હશે, જેમાંથી એક પાસે ગતિ નથી. એક વિકલ્પ એ હોઈ શકે છે કે નીતિશની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવે કારણ કે તેની પાસે બોલિંગમાં ગતિ છે અને તે ભારત માટે ગેમચેન્જર સાબિત થઇ શકે છે.