Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર 'પાકિસ્તાન' વિવાદમાં ICCનું રિએક્શન, શું ભારતને નડશે આ નિયમ?

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર 'પાકિસ્તાન' વિવાદમાં ICCનું રિએક્શન, શું ભારતને નડશે આ નિયમ? 1 - image

Champions Trophy 2025 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની કોઈ પણ ઇવેન્ટમાં જે દેશ યજમાની કરી રહ્યો છે તે દેશનું નામ લખેલી જર્સી દરેક ખેલાડીઓને પહેરવાની હોય છે. T20 વર્લ્ડકપની યજમાની BCCIએ કરી હતી પરંતુ ટુર્નામેન્ટ યુએઈમાં યોજાઈ હતી. તે સમયે પણ દરેક ખેલાડીઓની જર્સી પર ટુર્નામેન્ટમાં લોગોની સાથે ભારતનું નામ લખ્યું હતું. જો કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમ આવું કરશે નહી. ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ જર્સી પરથી હટાવી દેશે. હવે આ અહેવાલ પર ICCએ પ્રતિક્રિયા આપી છે.    

તો ભારતીય ટીમ વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવશે

એક રીપોર્ટ અનુસાર ICCના અધિકારીએ જણાવ્યું હતું કે, 'ટુર્નામેન્ટનો લોગો પોતાની જર્સી પર લગાવવો દરેક ટીમની જવાબદારી છે. બધી ટીમે આ નિયમનું પાલન કરવું અનિવાર્ય છે. આગળ તેમણે કથિત રીતે જણાવ્યું કે, જો ખેલાડીઓની કીટ પર યજમાન દેશ પાકિસ્તાનના નામ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો નહીં લગાડ્યો હોય તો ભારતીય ટીમ વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.' અગાઉ એશિયા કપ 2023 દરમિયાન ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ લખેલી જર્સી પહેરી ચૂકી છે. પરંતુ આ વખતે પણ આવું જ થશે કે નહી તે જોવું રહ્યું? 

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ, ટીમ ઇન્ડિયાની જર્સીથી પાકિસ્તાનનું નામ ગાયબ, જાણો મામલો

શું છે ICCનો નિયમ?

ICCના નિયમાનુસાર, ટીમોએ પોતાની જર્સી પર યજમાન ટીમનું નામ લખવું જરૂરી છે. ભારતના કેસમાં પહેલા આવું બની ચૂક્યું છે. એ સમયે ટુર્નામેન્ટ યુએઈમાં યોજાઈ હતી, પરંતુ યજમાની BCCI કરી રહ્યું હતું. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે BCCI ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવા માટે તૈયાર નથી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આવી કોઈ પણ જાણકારી મળ્યા હોવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, હજુ સુધી BCCI અને PCB તરફથી આ અંગે કોઈ પણ સત્તાવાર નિવેદન આવ્યું નથી.ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર 'પાકિસ્તાન' વિવાદમાં ICCનું રિએક્શન, શું ભારતને નડશે આ નિયમ? 2 - image



Google NewsGoogle News