WTC Final : ઓસી. સામે ભારત પર ફોલોઓનનો ખતરો, બીજા દિવસની રમતના અંતે સ્કોર 151/5
પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 469 રનમાં ઓલઆઉટ, મોહમ્મદ સિરાજે ઝડપી 4 વિકેટ
બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 151/5, રોહિત, પુજારા, ગીલ, કોહલી, જાડેજાનું નિરાશાજનક પ્રદર્શન
Image - @ICC Twitter |
ઓવલ, તા.08 જૂન-2023, ગુરુવાર
હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા (India VS Australia)ની વચ્ચે ગઈકાલથી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓવલમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મિથની લડાયક બેટીંગની મદદથી ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટો સ્કોર બનાવવામાં સફળ થઈ છે. આ અગાઉ પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવીને 327 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવીસ હેડ અને સ્ટીવ સ્મિથ વચ્ચે ગઈકાલે 250થી વધુ રનની ભાગીદારી થઈ હતી. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
INDvsAUS WTC Final Day 2 Live Update :
• બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 151/5
• 34.3 ઓવર - ભારતની પાંચમી વિકેટ તરીકે રવિન્દ્ર જાડેજા 48 રને આઉટ, નાથન લિયોનની બોલિંગમાં સ્ટિવ સ્મિથે કર્યો કેચ
• 21.5 ઓવર - રહાણેને 17 રને મળ્યું જીવતદાન, પેટ કમિન્સની બોલીંગમાં આઉટ જાહેર કરાયા બાદ ભારતે લીધો રિવ્યૂ... રિવ્યૂમાં નો-બોલ જાહેર થતા રહાણેને મળ્યું જીવતદાન
• 18.2 ઓવર - ભારતની ચોથી વિકેટ તરીકે વિરાટ કોહલી 14 રને આઉટ, મિશેલ સ્ટાર્કની બોલિંગમાં સ્ટિવ સ્મિથે કર્યો કેચ
• 14.0 ઓવર - ભારતનો સ્કોર 50/3
• 13.5 ઓવર - ભારતની ત્રીજી વિકેટ તરીકે ચેતેશ્વર પુજારા 14 રને આઉટ, કેમરોન ગ્રીને કર્યો બોલ્ડ
• 6.4 ઓવર - ભારતની બીજી વિકેટ તરીકે શુભમન ગીલ 13 રને આઉટ, સ્કોટ બોલેન્ડે કર્યો બોલ્ડ
• 5.6 ઓવર - ભારતની પ્રથમ વિકેટ તરીકે રોહિત શર્મા 15 રને આઉટ, પેટ કમિન્સે કર્યો LBW
• ભારતની પ્રથમ ઈનિંગ શરૂ - રોહિત શર્મા અને શુભમન ગીલ આવ્યો મેદાનમાં
Australia 1st Innings |
||||||
BATTING |
|
R |
B |
4s |
6s |
|
David
Warner |
c †Bharat b Thakur |
43 |
60 |
8 |
0 |
|
Usman
Khawaja |
c †Bharat b Mohammed
Siraj |
0 |
10 |
0 |
0 |
|
Marnus
Labuschagne |
b Mohammed Shami |
26 |
62 |
3 |
0 |
|
Steven
Smith |
b Thakur |
121 |
268 |
19 |
0 |
|
Travis
Head |
c †Bharat b Mohammed
Siraj |
163 |
174 |
25 |
1 |
|
Cameron
Green |
c Shubman Gill b
Mohammed Shami |
6 |
7 |
1 |
0 |
|
Alex
Carey † |
lbw b Jadeja |
48 |
69 |
7 |
1 |
|
Mitchell
Starc |
run out (sub [AR Patel]) |
5 |
20 |
0 |
0 |
|
Pat
Cummins (c) |
c Rahane b Mohammed
Siraj |
9 |
34 |
0 |
0 |
|
Nathan
Lyon |
b Mohammed Siraj |
9 |
25 |
1 |
0 |
|
Scott
Boland |
not out |
1 |
7 |
0 |
0 |
|
Extras |
(b 13, lb 10, nb 7, w 8) |
38 |
|
|
|
|
TOTAL |
121.3 Ov (RR: 3.86) |
469 |
|
|
|
|
Fall
of wickets: 1-2 (Usman Khawaja, 3.4 ov), 2-71 (David Warner, 21.4 ov),
3-76 (Marnus Labuschagne, 24.1 ov), 4-361 (Travis Head, 91.1 ov), 5-376
(Cameron Green, 94.2 ov), 6-387 (Steven Smith, 98.1 ov), 7-402 (Mitchell
Starc, 103.5 ov), 8-453 (Alex Carey, 114.4 ov), 9-468 (Nathan Lyon, 119.5
ov), 10-469 (Pat Cummins, 121.3 ov) |
||||||
BOWLING |
O |
M |
R |
W |
WD |
NB |
Mohammed Shami |
29 |
4 |
122 |
2 |
1 |
2 |
Mohammed Siraj |
28.3 |
4 |
108 |
4 |
3 |
1 |
Umesh Yadav |
23 |
5 |
77 |
0 |
0 |
0 |
Shardul Thakur |
23 |
4 |
83 |
2 |
0 |
4 |
Ravindra Jadeja |
18 |
2 |
56 |
1 |
0 |
0 |
• ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 469 રનમાં ઓલઆઉટ, મોહમ્મદ સિરાજે ઝડપી 4 વિકેટ
• 121.3 ઓવર - પેટ કમિન્સ 9 રને આઉટ, મોહમ્મદ સિરાજની ઓવરમાં રહાણેએ કર્યો કેચ
• 119.5 ઓવર - નાથન લેયોન 9 રને આઉટ, મોહમ્મદ સિરાજે કર્યો બોલ્ડ
• 114.4 ઓવર - એલેક્સ ક્રેય 48 રને આઉટ, રવિન્દ્ર જાડેજાએ કર્યો LBW આઉટ
• લંચ બ્રેક પૂરો, ખેલાડીઓ આવ્યા મેદાનમાં
• 109 ઓવર - લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 422 રન
• 103.5 ઓવર - મિશેલ સ્ટાર્ટ 5 રને આઉટ, સબસ્ટિટ્યુટ ખેલાડી એ.આર.પટેલે કર્યો રન આઉટ
• 103 ઓવર - ઓસ્ટ્રેલિયાના 400 રન પુરા
• 98.1 ઓવર - સ્ટિવ સ્મિથ 121 રને આઉટ, શાર્દુલ ઠાકુરે કર્યો બોલ્ડ
• 94.2 ઓવર - કેમરોન ગ્રીન 6 રને આઉટ, મોહમ્મદ સિરાજની બોલિંગમાં શુભમન ગીલે કર્યો કેચ
• 91.1 ઓવર - ટ્રેવિડ હેડ આઉટ, 174 બોલમાં 25 ફોર અને 1 સિક્સ સાથે ફટકાર્યા 163 રન, મોહમ્મદ સિરાજની બોલીગમાં વિકેટ કીપર ભરતે કર્યો કેચ
• 88.2 ઓવર - ટ્રેવિડ હેડના 150 રન પુરા
• 85.3 - સ્ટીવ સ્મિથના 100 રન પુરા
WTC Final Day 1 : પ્રથમ દિવસની રમતના અંતે ઓસી.નો સ્કોર 327/3 ટ્રેવિસ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
મેચના પ્રથમ દિવસે શું થયું?
ફાઈનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમને મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં જ પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઉસ્માન ખ્વાજાને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ કરાવ્યો હતો. ખ્વાજા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ફક્ત બે રનના સ્કોર પર પડી ગયા બાદ ડેવિડ વોર્નરે માર્નસ લાબુશેને બાજી સંભાળીને બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. વોર્નર 60 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 43 રન બનાવીને લંચ પહેલા આઉટ થયો હતો. પ્રથમ દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. લંચ બાદ તરત જ મોહમ્મદ શમીએ માર્નસ લાબુશેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે 62 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. આ ત્રીજી વિકેટ બાદ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરી અને દિવસના અંત સુધીમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી. પ્રથમ દિવસે ટી ટાઈમ સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 170 રન હતો જે દિવસ પુરો થયા સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 327 રન સુધી પહોંચી ગયો હતો.
ટ્રેવિસ હેડનો રેકોર્ડ
ભારત સામેની WTCની ફાઈનલમાં હેડે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી જ્યારે સ્મિથે તેની 38મી ફિફ્ટી ફટકારી હતી. હેડે પોતાની ઇનિંગમાં 22 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પોતાની અણનમ સદી સાથે હેડે ટેસ્ટની ફાઇનલમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 2021ની ટેસ્ટ ફાઇનલમાં પણ કોઇ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો. ભારત તરફથી શમી, સિરાજ અને શાર્દુલે એક-એક વિકેટ ઝડપી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની ટીમ : ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.